વાંસદામાં રહેતા ધનરાજ વૈષ્ણવ કારમાં બહેન અને માતાને લઈને ઘરે આવ્યા હતા અને ગાડીમાંથી માતા તથા બહેન ઉતાર્યા હતા. બે મિનિટ માટે કાર ઘર બહાર ઊભી રાખી હતી. તે સમય દરમિયાન પોલીસકર્મીઓ તેને લઈ ગયા હતા તેમજ તેમને ઢોરમાર મારવામાં આવ્યો હતો એવો આક્ષેપ સાથે ધનરાજ વૈષ્ણવે સોશિયલ મીડિયામાં વીડિયો વહેતો કર્યો હતો.
અને પુલીસ બીજી તરફ પોલીસે એફઆઇઆર નોંધી હતી. તેમાં વાંસદા પીએસઆઇ એ.એચ.પટેલ પોલીસકર્મીઓ સાથે ટાઉન બીટ વિસ્તારમાં રાજય સેવક તરીકેની કાયદેસરની ફરજના ભાગરૂપે ફૂટ પટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન વાંસદા મેઇન બજાર સત્યમ ફૂટવેરની સામે રસ્તા પર કાર (નં. જીજે-21-બીસી-4352)ના ચાલક ધનરાજભાઈ વૈષ્ણવ ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે કાર રાખી હતી. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા એલ.આર.પો.કો. કાનાભાઈ ચૌધરીએ ઘનરાજને તેની કાર પોલીસ સ્ટેશનમાં લઇ જવા જણાવ્યું હતું.તે સમયે ઘનરાજે કાનાભાઈને કહ્યું કે,”મારી ગાડી અહીંથી નહીં હટે, હું પોલીસ સ્ટેશનમાં મારી આ ગાડી નહી લઈ જાવ, તારાથી થાય તે કરી લે, હવે હું તને બતાવું કે હું કોણ છું’ તેમ ધમકી આપી પોતાની ગાડી પૂરઝડપે બજારમાં ફરતા લોકોની જીંદગી જીખમમાં મુકી તે રીતે વાંસદા ચંપાવાડી તરફ જતા રસ્તાએ હંકારતા મેડિકલ જનરલ સ્ટોર્સની સામે રસ્તા પર પોલીસકર્મી કાનાભાઈએ ગાડી ઉભી રખાવી હતી. અન્ય પોલીસકર્મીઓ સાથે ધનરાજને પીસીઆરમાં વચ્ચેની સીટ ઉપર બેસાડવાની કોશીશ કરતા હતા તે દરમિયાન વાહનના દરવાજા સાથે લગાડેલ લોખંડની જાળી તેના મોઢાના ભાગે દબાતા તેને નીચેના હોઠ ઉપર પોતાનો દાંત વાંગતા લોહી નીકળ્યું હતું. ધનરાજભાઈ વૈષ્ણવે એલઆર પોકો કાનાભાઈ ચૌધરીની ફરજ બજાવવામાં અડચણ ઉભી કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસ એફઆઇર અને ધનરાજ વૈષ્ણવના વહેતો થયેલા વીડિયોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. જે કે યુવક પોતાની રજુઆત એસપીની કરવા માટે ની વિડીયો વાયરલ કર્યા કે બચાવ માટે તે તપાસ માં બહાર આવશે.