સુરતના માંગરોળના મોટા બોરસરાની સીમમાં 8 ઓક્ટોબરે સગીરા પર ગેંગરેપ થયો હતો. ત્યાર બાદ પોલીસે તાત્કાલિક ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી લીધી હતી. એ બાદ સુરત ક્રાઇમ બ્રાંચને આરોપીઓ માંડવીના તડકેશ્વરમાં હોવાની જાણ થતાં ત્યાં પહોંચી હતી. પરંતુ ત્રણેય આરોપીએ ભાગવા જતાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ 3 આરોપી પૈકી 2 નરાધમ એવા મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે રાજુ નામનો આરોપી ભાગી છૂટ્યો હતો. જોકે આજે બપોર બાદ શિવશંકર ચૌરસિયા નામના આરોપીને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, જેથી તેને સુરત સિવિલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. મળતી માહિતી પ્રમાણે આરોપી શિવ શંકરને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, તેથી તેના તાત્કાલિક નવી સિવિલમાં વેન્ટિલેટર પર સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ થોડી સારવાર મેળ્યા બાદ તેનું મોત થયું હતું.. જ્યારે બાદ બપોરે 03:50 વાગ્યે નવી સિવિલના ડોક્ટરોએ શિવ શંકરને મૃત જાહેર કર્યો હતો.શું છે માંગરોળનો સામુહિક બળાત્કાર કેસ?
Home CRIME માંગરોળ ગેંગરેપના આરોપી શિવશંકરનું પૂછપરછ દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી,સિવિલ માં...