ઉત્રાણની હાઇ વ્યૂ હોટલમાં કુટણખાનું ઝડપાયું,પતિ જ રોજ પત્નીને હોટલ પર મૂકવા-લેવા આવતો.
ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની 7 યુવતી મુકત કરાવાઇ.
સુરત,કુટણખાનું ચલાવતા મેનેજર વિજયસિંહ હઠીસંગ પરમાર આરોપીઓ ગ્રાહક દીઠ 2 હજાર રૂપિયા વસૂલતા હતા. જેમાં હોટેલના માલિક જોનીલ કેવડીયાને 500 રૂપિયા, 100 હોટેલના મેનેજર અને 500 રૂપિયા ધંધો કરતી યુવતીને આપતા હતા. બાકીના 900 રૂપિયા ભાવના અને શિવમ સરખે ભાગે લેતા હતા. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે હોટલમાંથી વેશ્યાવૃત્તિમાં ધકેલાયેલી મહિસાગર, કડી, રાજકોટની 3 ,મહારાષ્ટ્રની 3 અને 1 રાજસ્થાનની યુવતીને મુક્ત કરાવી હતી.
ઉત્રાણના પનવેલ પોઇન્ટમાં ચોથા માળે આવેલી હાઇવ્યૂ હોટલમાં વેશ્યાવૃત્તિ ચલાવાતી હોવાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ પી.જે .સોલંકીને બાતમી મળતા દરોડો પાડ્યો હતો. જેમાં હોટલનો 24 વર્ષીય મેનેજર વિજયસિંહ હઠીસંગ પરમાર( હોટલ હાઇવ્યૂ, મોટાવરાછા, મૂળ ભાવનગર)ને ઝડપી પડાયો હતો. હોટલનો માલિક જોનિલ દિલીપ કેવડિયા( મહાવીર સોસાયટી, સરથાણા), સેક્સ રેકેટ ચલાવનાર ભાવના મરાઠી અને શિવમ ગજેરાને વોન્ટેડ જાહેર કરાયો છે. ઓનલાઇન સ્કેનર, રોકડ અને ફોન સહિત 56,500નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.