નવરાત્રિમાં વડોદરા, સુરત અને સુરેન્દ્રનગરમાં સગીરા અને યુવતીઓ પર ગેંગરેપની ઘટનાઓ સામે આવી.
દાહોદ, બોટાદ અને માંડવીમાં શિક્ષકો દ્વારા શારીરિક છેડતી, ગેંગરેપ, બળાત્કાર અને હત્યાની ઘટનાઓ સામે આવી.
દાહોદની તોયણી પ્રાથમિક શાળાથી લઇને વડોદરા, આણંદ, સુરેન્દ્રનગર અને સુરત સહિતના બનાવોને લઇને સરકાર પર આકરા પ્રહાર કર્યા.
બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોરે પાલનપુર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ-કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે નવરાત્રિમાં વડોદરા, સુરત અને સુરેન્દ્રનગરમાં સગીરા અને યુવતીઓ પર ગેંગરેપની ઘટનાઓ સામે આવી. દાહોદ, બોટાદ અને માંડવીમાં શિક્ષકો દ્વારા શારીરિક છેડતી, ગેંગરેપ, બળાત્કાર અને હત્યાની ઘટનાઓ પણ સામે આવી.તમામ માટે જવાબદાર સરકાર જ છે. ગૃહમંત્રીએ અડધો ટકો પણ શરમ હોય તો હવે રાજીનામું આપી દેવું જોઈએ. છેલ્લા એક મહિનામાં ગુજરાતમાં ગુનાઓનો ગ્રાફ વધ્યો. એક મહિનામાં 30થી 40 દીકરીઓ ભોગ બની રહ્યા છે. પશ્ચિમ બંગાળ કે અન્ય રાજ્યમાં આવી ઘટનાઓ બને તો ગુજરાત સરકાર વિરોધ નોંધાવે, ધરણાં કરે અને રજૂઆતો કરે છે, પણ ખુદ ગુજરાતમાં જ્યારે આવી ઘટનાઓ ઘટે ત્યારે સરકાર કોઇ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું જ્યાં પણ આવી ઘટનાઓ ઘટી છે ત્યાં કોંગ્રેસના નેતાઓએ પીડિતોનાં પરિવારજનોની મુલાકાત લઇને આશ્વાસન આપ્યું છે. બેન-દીકરીઓ સુરક્ષિત રહે એ માટે રાજ્યપાલને આવેદનપત્ર આપી રજૂઆત કરીશું અને પરિવારોની સાથે કોંગ્રેસ પક્ષ બધે જ સાથે રહશે. જરૂર પડશે તો અમે ધરણાં અને આંદોલન પણ કરીશું.