સગીરા ગેંગરેપ કેસના આરોપી 3 વિધર્મી લંગડાતાં-લંગડાતાં મેડિકલ માટે પહોંચ્યા હતા.
ડોદરામાં ગેંગરેપ મામલે પોલીસ કમિશનર નરસિંમ્હા કોમારે જણાવ્યું હતું કે શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઓપરેશનમાં વડોદરા ગ્રામ્ય પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જોડાયા હતા. આરોપીઓ વિરુદ્ધ BNS અને POCSO હેઠળ ગુનો નોંધાયો છે. તપાસ દરમિયાન ફિઝિકલ પુરાવા એકત્રિત કર્યા છે. વિક્ટિમનો મોબાઇલ આરોપીઓ લઇ ગયા હતા,એના આધારે આખો ગુનો ઉકેલાયો છે.સમગ્ર રૂટ પરના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા,વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના ACPના સુપરવિઝનમાં 02 પોલીસ-ઇન્સ્પેક્ટર, 08 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, 55 પોલીસકર્મચારીઓ મળી કુલ 65 જેટલા પોલીસ અધિકારી તથા કર્મચારીઓ આરોપીઓને પકડવા કામે લાગ્યા હતા. બનાવ બન્યો એ પરિસર સહિતના 45 કિલોમીટર જેટલા રૂટ પર આવતા આશરે 1100 ઉપરાંતના સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા. બનાવ બન્યો એ જગ્યાના વિસ્તારમાં પણ સતત તપાસ કરાઈ હતી. સાથે જ બાઇકના આધારે પણ ભેદ ઉકેલવામાં મદદ મળી હતી.