યુવાનોને બંધારણના મહત્વથી માહિતગાર કરાયા: મુંબઈના ૨૬/૧૧ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ.
સુરત:શનિવાર: ભારત સરકારની સંસ્થા નેહરુ યુવા કેન્દ્ર- સુરત દ્વારા ભારતીય બંધારણ દિવસ નિમિત્તે યુવાઓમાં દેશના બંધારણ પ્રતિ જાગૃત્તિ, યુવાઓના હક-અધિકાર, કર્તવ્યબોધ વિકસે એવા હેતુસર પલસાણા તાલુકાના SDJ ઈન્ટરનશનલ કૉલેજમાં ‘આવો આપણા બંધારણને જાણીએ’ વિષય પર જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પલસાણા તાલુકાના ૧૫૦થી વધુ યુવાઓ-છાત્રો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને બંધારણની ઝલક દર્શાવી બંધારણની પ્રસ્તાવનાથી વાકેફ કરવામાં આવ્યા હતા. સાથોસાથ ‘આપણું બંધારણ’ વિષય પર ક્વિઝ અને વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મુંબઈ ખાતે ૨૬/૧૧ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા, તાલુકા સ્વાસ્થ્ય અધિકારી ડૉ.મધુ કુમાર, SDJ કોલેજના સંજય જોશી પ્રધાનાચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સ્વયંસેવક સત્યેન્દ્ર યાદવે કર્યું હતું.