Home SURAT સુરત જિલ્લામાં આચારસંહિતાનો કડક અમલ કરતું જિલ્લા ચૂંટણી તંત્ર

સુરત જિલ્લામાં આચારસંહિતાનો કડક અમલ કરતું જિલ્લા ચૂંટણી તંત્ર

57
0

સ્ટેટિક સર્વેલન્સ ટીમ, આઈ.ટી. વિભાગ તથા પોલીસ વિભાગની સરાહનીય કામગીરી

સુરતઃશુક્રવારઃ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નું પ્રથમ ચરણ મતદાન આગામી તા.૦૧ લી ડિસેમ્બર તથા દ્વિતીય ચરણનું તા.૦૫મી ડિસેમ્બરના રોજ સવારે ૦૮ઃ૦૦ થી સાંજે ૦૫ઃ૦૦ વાગ્યા સુધી મતદાન યોજાનાર છે. ત્યારે ગત તા.૦૩/૧૧/૨૨થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવતા ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત જિલ્લામાં જુદી જુદી ટીમો કાર્યરત છે.

         ગુજરાત નશાબંધી અધિનિયમ,૧૯૪૯ અન્વયે રાજયમાં તા.૦૩/૧૧/૨૦૨૨ થી તા.૨૫/૧૧/૨૦૨૨ સુધી ૧૧,૬૦૨ લીટર દેશી દારૂ જેની કિંમત ૨,૩૨,૪૨૪/-તેમજ ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) ૪૧,૪૧૭ બોટલ જેમાં ૧૬,૩૬૩.૭૮ લીટર દારૂ મળીને જેની કિંમત રૂ. ૯૪,૧૧,૩૮૬/- તેમજ અન્ય ચીજ-વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. જેમાં સુરત શહેર પોલીસે રૂ. ૪૦,૭૧,૦૧૦/- નો દારૂ તથા સુરત ગ્રામ્ય પોલીસે રૂ. ૮૧,૫૦,૫૩૨/- નો દારૂ મળીને કુલ રૂપિયા રૂ. ૧,૨૨,૨૧,૫૪૨/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 
        સમગ્ર સુરત જિલ્લામાં કાર્યરત Static Surveillance Teams દ્વારા ૧૬૫-મજુરા વિધાનસભા મતવિસ્તાર માંથી ૫૫,૨૮,૦૦૦/- રોકડ રકમ, ૧૫૯- સુરત પૂર્વ વિધાનસભા મતવિસ્તાર માંથી ૧૭,૦૦,૦૦૦/- રોકડ, આઈ.ટી. દ્વારા મહિધરપુરા વિસ્તારથી ૧,૬૦,૦૦,૦૦૦/- તથા આઈ.ટી. ઈન્વેસ્ટિગેશન અને પોલીસ દ્વારા ૬૩,૮૮,૭૦૦/- મળીને સુરત શહેર સહિત જિલ્લા માંથી કુલ ૨,૯૬,૧૬,૭૦૦/- રૂપિયાની રોકડ રકમ જપ્ત કરીને આચાર સંહિતાનો કડક અમલ કરવામાં આવ્યો છે. 
             આ ઉપરાંત સાથો સાથે ઈન્કમ ટેક્સ ઈન્વેસ્ટિગેશન તથા પોલીસ દ્વારા ૧ કિલો ગ્રામ જ્વેલરી જેની કિંમત રૂ. ૫૪,૦૫,૦૦૦/- તથા ૧૬૦ - સુરત ઉત્તર વિધાનસભા વિસ્તાર માંથી ૩૭,૫૮,૫૬૫/- ની જ્વેલરીની સાથે અન્ય સોનાની જ્વેલરી તથા અન્ય ચીજ વસ્તુઓ સાથે ૪.૧૭ કિલો ગ્રામ જવેલરી જપ્ત કરવામાં આવ્યું છે જેની કુલ ૨,૫૭,૯૦,૫૬૫/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here