Home SURAT વીર નર્મદ યુનિવર્સિટી ખાતે મતદાર જાગૃત્તિ મલ્ટીમીડિયા પ્રદર્શનને જિલ્લા ચુંટણી અધિકારી ડો.આયુષ...

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે મતદાર જાગૃત્તિ મલ્ટીમીડિયા પ્રદર્શનને જિલ્લા ચુંટણી અધિકારી ડો.આયુષ ઓકના હસ્તે ખુલ્લું મૂકાયું

65
0
સિગ્નેચર કેમ્પેઈન,સેલ્ફી પોઇન્ટ, રેલી, મ્યુઝિકલ બેન્ડ શો, સંવાદ, શેરી નાટક, શપથ, વિભિન્ન સ્પર્ધાઓ સાથે બહુવિધ કાર્યક્રમો યોજાશે

કેન્દ્રીય સંચાર બ્યુરો-પાલનપુર અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા વીર નર્મદ યુનિવર્સિટીના સહયોગથી યુનિવર્સિટીના ગ્રંથાલય ખાતે ત્રિદિવસિય મતદાર જાગૃત્તિ અભિયાનનો પ્રારંભ

સિગ્નેચર કેમ્પેઈન,સેલ્ફી પોઇન્ટ, રેલી, મ્યુઝિકલ બેન્ડ શો, સંવાદ, શેરી નાટક, શપથ, વિભિન્ન સ્પર્ધાઓ સાથે બહુવિધ કાર્યક્રમો યોજાશે

સુરતઃગુરૂવારઃ વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત લોકો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના પર્વમાં સહભાગી થાય તેવા હેતુ સાથે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો-પાલનપુર અને રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારી દ્વારા ‘અવસર લોકશાહીનો’ અભિયાન અંતર્ગત વીર નર્મદ યુનિવર્સિટીના ગ્રંથાલય ખાતે આયોજિત ત્રિ-દિવસીય મલ્ટીમિડીયા ફોટો પ્રદર્શનને જિલ્લા ચુંટણી અધિકારીશ્રી ડો.આયુષ ઓકના હસ્તે ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્રણ દિવસ દરમિયાન સિગ્નેચર કેમ્પેઈન,સેલ્ફી પોઇન્ટ, રેલી, મ્યુઝિકલ બેન્ડ શો, સંવાદ, શેરી નાટક, શપથ, વિભિન્ન સ્પર્ધાઓ સાથે બહુવિધ કાર્યક્રમો યોજાશે
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ આયુષ ઓકે જણાવ્યું કે, ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે,ત્યારે તેમાં મહત્તમ મતદાન થાય અને ખાસ કરીને યુવા મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવવા સહભાગી થાય તે માટે જાગૃત્તિ ફેલાવતા આ પ્રદર્શનનું આયોજન સરાહનીય છે.
વધુમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે, સુરત જિલ્લામાં ૧૮ વર્ષ અને તેથી વધુ વયના નવા નોંધાયેલા યુવા મતદારો તથા ૮૦ વર્ષથી વધુની વયના વરિષ્ઠ મતદારોના સહયોગથી મહત્તમ મતદાન થાય અને આપણે સો ટકા મતદાનનું લક્ષ્યાંક હાંસલ કરી શકીએ તે માટે ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પણ સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સાથે જ તેમણે સૌ કોઈને મતદાન કરીને આપણા રાષ્ટ્ર પ્રત્યેની નૈતિક ફરજ અદા કરવાની અપીલ કરી હતી.
આ મતદાતા જાગૃત્તિ અભિયાન અંતર્ગત કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા નર્મદ યુનિવર્સિટીના સહયોગથી બહુવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં તા.૨૪ થી ૨૬ નવેમ્બર સુધી મતદાન જાગૃત્તિ અભિયાનના ફોટો પ્રદર્શનની સાથે જ અગ્રીમ પ્રચારના ભાગરૂપે યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં યોજાયેલી સ્પર્ધાઓના વિજેતાઓને કેન્દ્રીય સંચાર બ્યુરો-પાલનપુર દ્વારા ઇનામ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મતદાર જાગૃત્તિ રેલી, નાટ્ય પ્રસ્તુતિ, મતદાર જાગૃત્તિનો સંદેશ આપતી નોન વુવન બેગનું વિતરણ, મતદાન તેમજ ચૂંટણી વિશેની માહિતી આપતી સામગ્રીનું વિતરણ કરાયું હતું. આ વેળાએ ઉપસ્થિત તમામ નાગરિકોને મતદાન પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.
આ પ્રસંગે વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા, રજિસ્ટ્રાર આર.સી.ગઢવી, ચોર્યાસી મામલતદાર જે.ડી. પટેલ, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકારના પ્રચાર અધિકારી જે.ડી. ચૌધરી સહિત નર્મદ યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here