સુરત:બુધવાર: છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર સુરત જિલ્લામાં અનારાધાર વરસી રહેલા વરસાદને પરિણામે અનેક સ્થળોએ પાણી ભરાવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને જરૂર પડયે બચાવ અને રાહતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આજરોજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સીમોદ્રા ગામે કીમ નદી ઓવરફ્લો થતા ગામના ઘરોમાં ભરાય જતા સ્થાનિક તંત્ર દ્વારા તત્કાલ એસ.ડી.આરફએફની જાણ કરવામાં આવી હતી. જેથી SDRFની બચાવ ટીમ આવીને સીમોદ્રા ગામેથી ૨૦ પુરુષ, ૧૯ સ્ત્રી કુલ મળી ૩૯ લોકો તથા અન્ય પશુઓને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.