છેલ્લા દસ વર્ષમાં પડેલા કુલ સરેરાશ વરસાદની સરખામણીએ તા.૨૪ જુલાઈ સુધીમાં પલસાણા તાલુકામાં સીઝનનો ૯૯.૧૫ ટકા તથા કામરેજમાં ૮૯ ટકા અને બારડોલીમાં ૮૭.૭૧ ટકા વરસાદ વરસ્યો
સુરત જિલ્લામાં સરેરાશ ૭૦.૫૪ ટકા વરસાદ નોંધાયો
સુરતઃબુધવારઃ- સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસની મેધરાજાએ મુકામ કર્યો છે. સર્વત્ર જગ્યાએ વરસાદી પાણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લામાં સુધીમાં છેલ્લા દસ વર્ષમાં પડેલા કુલ સરેરાશ વરસાદની ની સરખામાણીએ ચાલુ સીઝનમાં તા.૨૪મી જુલાઈ વિગતો જોઈએ તો, સૌથી વધુ પલસાણા તાલુકામાં ૧૪૭૫ મી.મી. એટલે કે, સિઝનનો ૯૯.૧૫ ટકા વરસાદ વરસી ચુકયો છે. જયારે બારડોલી તાલુકામાં ૧૨૪૨ મી.મી. એટલે કે, ૮૭.૭૧ ટકા અને કામરેજમાં ૧૧૮૩ ટકા સાથે ૮૯ ટકા વરસાદ પડયો છે. અન્ય તાલુકાની વિગતો જોઈએ તો ઉમરપાડા તાલુકામાં ૧૪૮૬ મી.મી. સાથે ૬૫.૬૭ ટકા, ઓલપાડમાં ૮૨૮ મી.મી. સાથે ૮૨ ટકા, ચોર્યાસી તાલુકામાં ૫૫૫ મી.મી. સાથે ૪૧.૩૭ ટકા, મહુવામાં ૧૧૫૩ મી.મી. સાથે ૭૫.૪૮ ટકા, માંગરોળમાં ૭૨૫ સાથે ૪૨.૧૧ ટકા, માંડવીમાં ૬૩૬ મી.મી. સાથે ૪૯.૪૦ ટકા, સુરત સીટીમાં ૧૦૪૩ મી.મી. સાથે ૭૩.૪૭ ટકા વરસાદ નોંધાયો છે. આમ સમગ્ર સુરત જિલ્લામાં ૧૦૩૨ મી.મી. સાથે સીઝનનો સરેરાશ ૭૦.૫૪ ટકા વરસાદ વરસ્યો છે.