Home AHMEDABAD સુરત જિલ્લામાં ૮૦ વર્ષથી વધુ વયના ફોર્મ ૧૨-ડી હેઠળ માન્ય ઠરેલા ૫૧૬...

સુરત જિલ્લામાં ૮૦ વર્ષથી વધુ વયના ફોર્મ ૧૨-ડી હેઠળ માન્ય ઠરેલા ૫૧૬ મતદારોએ પોતાના નિવાસ સ્થાને જ કર્યું પોસ્ટલ બેલેટથી મતદાન

63
0
અવસર લોકશાહીનો : વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨

૩૬ દિવ્યાંગ મતદારોએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાનઃ

જિલ્લાના નાગરિકોને અચૂક મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર સહભાગી થવાનો સંદેશો આપતા વયોવૃદ્ધ મતદારો

જિલ્લામાં વૃદ્ધો તેમનું મતદાન સુગમ વાતાવરણમાં સરળતાથી કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ

અવસર લોકશાહીનો : વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨

સુરતઃગુરૂવાર:- વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા માટે ચૂંટણીતંત્ર દ્વારા ૮૦ વર્ષથી વધુ વયના નાગરિકો તથા દિવ્યાંગોની ફોર્મ ૧૨-ડી હેઠળ માન્ય રાખેલી યાદી મુજબ તેમના માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર જિલ્લામાં ૮૦ વર્ષથી વધુ ૫૧૬ વયોવૃદ્ધ મતદાતાઓએ તેમના નિવાસસ્થાને જ ટપાલથી મતદાન કર્યું હતું. જયારે ૩૬ જેટલા દિવ્યાંગ મતદારોએ પણ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. ચૂંટણી કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ,કર્મચારીશ્રીઓ, પોલીસ કર્મીઓ દ્વારા સમગ્ર કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી તેમ પોસ્ટલ બેલેટના નોડલ અધિકારીશ્રી જી.એમ.બોરડે જણાવ્યું હતું.
વિધાનસભા-૨૦૨૨ની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા નિર્દિષ્ટ મતદાર નાગરિકો માટે ચૂંટણીમાં ઘર આંગણે જ ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી હતી. વયોવૃદ્ધ મતદાતાઓના ઘરે પહોંચેલી ટીમ દ્વારા જે-તે મતદારને મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા અંગે સમજાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની પાસે મતદાન કરાવી મતદાનની સંપૂર્ણ ગુપ્તતા પણ જાળવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here