સ્લમ બોર્ડના 907 ફલેટ ખાલી કરાવવા માટે ની પ્રકિયા ટુંક સમય માં કરવામાં આવશે.
સચિન-કનસાડ ખાતે આવેલ ગુજરાત સ્લમ બોર્ડના જર્જરિત આવાસ અંગે પોલીસ, ગુજરાત સ્લમ બોર્ડ,પાલિકાના કનસાડ ઝોનના અધિકારીઓએ આવાસ ખાલી કરાવવા અંગે રહીશો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં આવાસ જ્રજરીત હોય તકેદારીના ભાગરૂપે વસવાટ ખાલી કરવા સુચના આપી હતી. હાલમાં 171 બિલ્ડીંગ જર્જરિત છે. જેમાં આવેલા 2104 ફલેટમાંથી 907માં વસવાટ છે. આગામી ટૂંક દિવસમાં જર્જરિત આવાસ ઉતારી પાડવાની કામગીરી હાથ ધરાશે.
બધા મકાનો પર બુલડોઝર ફેરવવા સિવાય કોઈ વિકલ્પ નથી: ક્લેક્ટર
સચિનના અતિ જર્જરિત સ્લમ બોર્ડના આવાસને ગમે તોડી પાડવા આજે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અંતિમ તાકિદ કરાઇ છે. કલેકટર સૌરભ પારઘીએ પોલીસ ટીમ સાથે મકાન ખાલી કરવામાં એકાદ સપ્તાહનો સમય લાગી શકવાની તૈયારી દર્શાવી હતી. ડો. પારઘીએ જણાવ્યું હતું કે, એકાદ સપ્તાહમાં આ કામગીરી હાથ ધરાશે. સ્લમ બોર્ડના સમયના વર્ષ 1982માં બંધાયેલા આવાસની આવરદા સમાપ્ત થઈ ગઈ છે અને વૈકલ્પિક જગ્યા ફાળવવાની કોઈ પોલીસી નહીં હોવાને કારણે મકાનો ઉપર બુલડોઝર ફેરવવા સિવાય બીજો કોઈ વિકલ્પ તંત્ર પાસે બચતો નથી.રિડેવલપ માટે ટેન્ડર મંજુર થાય તો રસ્તો નીકળે સચિન સ્લમ બોર્ડના આવાસના રિવડેવલપમેન્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ પ્રક્રિયાને અંતે કોન્ટ્રાક્ટર તૈયાર થાય તો એના આધારે દસ્તાવેજ કરાવનાર ફલેટ ધારકોને વૈકલ્પિક વ્યવસ્થા મળી શકે એમ છે