નિદાન સારવાર કેમ્પમાં ૩૩૪, હોમીયોપેથી પ્રચાર પ્રસારના ૬૭૦, લૂ પ્રિવેન્ટિવના ૨૧૦, ડેન્ગ્યુ પ્રિવેન્ટિવના ૪૪૩ અને યોગના ૪૨ લાભાર્થીઓએ ભાગ લીધોઃ
સુરતઃબુધવારઃ હોમિયોપેથીક પદ્ધતિના શોધક ડો. સેમ્યુઅલ હનેમનના જન્મ દિવસ એટલે કે વિશ્વ હોમિયોપેથીક દિન નિમિત્તે નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર અને “સુરત જિલ્લા પંચાયત-આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.કાજલબેન મઢીકરની ઉપસ્થિતિમાં સુરત જિલ્લાના તમામ હોમિયોપેથીક ડોક્ટરો દ્વારા પલસાણાના “શ્રી લક્ષ્મીચંદબાપુ નકલંક સેવા ગંગાધરા (અલખધામ) ખાતે “મફત હોમિયોપેથીક નિદાન સારવાર મેગા કેમ્પ અને યોગ પ્રદર્શન યોજાયું હતું.
આ કેમ્પમાં નિદાન સારવાર કેમ્પમાં ૩૩૪, હોમીયોપેથી પ્રચાર પ્રસારના ૬૭૦, લૂ પ્રિવેન્ટિવના ૨૧૦, ડેન્ગ્યુ પ્રિવેન્ટિવના ૪૪૩ અને યોગના ૪૨ લાભાર્થીઓએ ભાગ લીધો હતો.
આ કેમ્પમાં મેડિકલ ઓફિસરો દ્વારા ચર્મરોગ, બાળ રોગ,સ્ત્રી રોગ, સાંધાના રોગો, લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર, સામાન્ય રોગો વગેરેનું નિદાન કરી સારવાર આપવામાં આવી હતી.સાથે જ હોમીયોપેથી વિશે લોકોને વિશેષ સમજ આપવામાં આવી હતી. ડેન્ગ્યુ તથા ફલૂ માટે પ્રિવેન્ટિવ દવાઓ પણ આપવામાં આવી હતી.
આ મેગા કેમ્પમાં ડો.રચના રાણા,ડો.જયેશ પટેલ,ડો.બ્લેસી મેથ્યુઝ,ડો.શીતલ પટેલ,ડો.જય રૈયાણી,ડો.પરિતા પટેલ,ડો.નિરાલી ચૌધરી, ઉર્વશી પરમાર,માયા પટેલ,ઉત્કર્ષ બલર,તૃપ્તિબેન પરમાર સહિત યોગ શિક્ષક ગીતાબેન પટેલે પોતાની સેવા આપી હતી.