Home GUJARAT નવી સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજ દ્વારા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો

નવી સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજ દ્વારા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો

27
0
નવી સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજ દ્વારા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો

ક્વોલિટી રિસર્ચ થકી દર્દી, ડોક્ટર, વિદ્યાર્થી અને સોસાયટીને ફાયદો થશેઃ ડો.અમુલ ડોંગરે

સુરતઃસોમવારઃ સુરત નવી સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજ દ્વારા ઓડિટોરિયમ હોલ ખાતે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં “Narrative of Insight:Exploring Qualitative Research In Action” જેવા વિષયો ઉપર વિવિધ નિષ્ણાતોએ વ્યાખ્યાન આપ્યા હતા.
આ પ્રસંગે સરકારી નર્સિંગ કોલેજના આચાર્ય ડો. ઇન્દ્રાવતી રાવે જણાવ્યું હતું કે, નર્સિંગ કોલેજ હંમેશાં તેના ફેકલ્ટી સભ્યોને અનુકૂળ વાતાવરણ પૂરૂ પાડવાનો પ્રયાસ કરે છે, જેથી સંશોધન અને શિક્ષણ ક્ષમતા વધારી શકાય. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર અને મેડિકલ કોલેજ ડીન ડો.રાગિણી વર્માએ નર્સિંગ કોલેજને ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે,દક્ષિણ ગુજરાતની તમામ કોલેજો દ્વારા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજવા અતિ આવશ્યક છે, વિવિધ કોલેજોને એકત્રિત કરી પરસ્પર વિચારોનું આદાન-પ્રદાન થતા દરેક ફેકલ્ટીનો વિકાસ થશે તેમજ વેશ્વિક સ્તરે પ્રગતિ કરશે.
આ પ્રસંગે પુણે AIIMSના પીએસએમ વિભાગના આસિસ્ટન્ટ પ્રો. ડો.અમુલ ડોંગરેએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી સરળ વિષયો પર સંશોધન કરવામાં આવતું હતું, પરંતુ હવે દરેક ક્ષેત્રે ક્વોલિટી રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. જેનાથી દર્દી, ડોક્ટર, વિદ્યાર્થી અને સોસાયટીને ફાયદો થશે. ક્વોલિટી રિસર્ચમાં વૈશ્વિક સંશોધન, રીતરિવાજ, સંસ્કૃતિ અને નવા રોગો પર સંશોધનનો સમાવેશ થાય છે. આણંદ નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ ડો.સિતારામ સરાઠે અને જીએમસીના પ્રો. ડો.પ્રિતી યાદવે વિશિષ્ટ સંશોધન અને પ્રકાશનોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ટી.બી. ચેસ્ટ વિભાગ વડા અને નર્મદ યુનિ. સિન્ડીકેટ મેમ્બર ડો.પારૂલ વડગામા, નર્સિંગ કાઉન્સિલના ઓબ્ઝર્વર નિલમ સરવૈયા, TNTV નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ કિરણભાઇ દોમડીયા, સામાજિક અગ્રણી અને ઉદ્યોગપતિ પારસ શાહ, વિવિધ કોલેજોના પ્રિન્સિપાલો સહિત નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here