Home CRIME ગુમ થયેલ 10 વર્ષની સગીરાનો મૃતદેહ ઘરના 200 મીટર નજીક ઝાડી ઝાંખરામાંથી...

ગુમ થયેલ 10 વર્ષની સગીરાનો મૃતદેહ ઘરના 200 મીટર નજીક ઝાડી ઝાંખરામાંથી મળ્યો

59
0

સુરતના તાંતીથૈયામાંથી 10 વર્ષની બાળકીનો ગૂમ થયા બાદ મળ્યો મૃતદેહ

પલસાણાના તાતીથૈયામાંથી ઘરની બહાર રમતાં રમતાં અગિયાર વર્ષની બાળકી ગુમ થવાના પ્રકરણમાં સુરત જિલ્લા એલસીબી, એસઓજી તેમજ કડોદરા પોલીસની અલગ અલગ ટીમે કરેલી તપાસ દરમ્યાન કોઈ ચોક્કસ કડી નહીં મળતા મામલો ગૂંચવાયો હતો. ત્યારે બાદ આ બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. બાળકીની કોઈ અજાણ્યા ઇસમ દ્વારા હત્યા કરી દીધી હોવાની આશંકાઓ છે. બાળકી તેની માતા અને સાવકા પિતા સાથે રહેતી હતી. બપોરના સમયે ફળિયામાં રમી રહી હતી તે દરમ્યાન ગુમ થઈ જવાની ઘટનાથી કડોદરા પોલીસની ટીમ દોડતી થઈ હતી. સમગ્ર પ્રકરણમાં અપહરણની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે એલસીબી અને એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમ બનાવી આજુબાજુના વિસ્તારના સીસીટીવી કેમેરા, રેલ્વે ટ્રેક, બંધ બિલ્ડીંગ, નહેર તેમજ ખેતરાડી વિસ્તારોમાં ભારે તપાસ કરી હોવા છતાં કોઈ માહિતી મળી ન હતી. બાળકીના અપહરણને લઈ કોઈપણ પ્રકારની માંગણી પણ કરવામાં આવી નથી. જેથી પોલીસને તપાસમાં કોઈ કડી મળી ન હતી.

પલસાણા કડોદરા વિસ્તાર માં કાયદો વ્યવસ્થા ની ગુનેગારો ને કશી પડી નથી. ધીમે ધીમે હવે જાણે ગુનાખોરી નું હબ બની રહ્યો હોય તેમ દિન દહાડે અને છાસવારે માસુમ બાળકીઓ હવસખોરો અને હત્યારા ઓ નો ભોગ બની રહી છે.

તાતીથૈયાની આજુબાજુમાં આવેલા તમામ ગામડાઓ અને હાઇવે ઉપરના અને અન્ય આંતરિક રસ્તાઓના સીસીટીવી પણ ચેક કર્યા હતા પણ પોલીસને સફળતા મળી ન હતી. મૃતક સગીરાના ઘરની નજીક 200 મીટરના અંતરે આવેલ ઝાડી ઝાંખરામાં સગીરાનો મૃતદેહ હોવાની જાણ કડોદરા GIDC પોલીસને થતા પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઇને પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં મોકલ્યો હતો. સગીરાની હત્યા થઈ હોવાની આશંકા છે. હાલ સુરત જિલ્લા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here