Home GUJARAT સુરત લોકસભાની સામાન્ય ચુંટણી માટે જિલ્લા તંત્ર સજ્જ

સુરત લોકસભાની સામાન્ય ચુંટણી માટે જિલ્લા તંત્ર સજ્જ

44
0

જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓ અને મદદનીશ ચુંટણી અધિકારીઓ સાથે નિષ્પક્ષ અને ન્યાયી ચુંટણી સંદર્ભે બેઠક મળી.

સરકારી જાહેરાત, હોર્ડિગ્સ, બેનર્સ વિગેરે દૂર કરવા આદેશ

સુરતઃશનિવારઃ- લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૪ની તારીખો જાહેરાત થતા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ચુંટણી સંદર્ભે સુરત જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને તાકીદે નોડલ અધિકારીઓ અને મદદનીશ ચુંટણી અધિકારીઓ સાથે જિલ્લા કલેકટરાલયમાં બેઠક મળી હતી. જેમાં નિષ્પક્ષ અને ન્યાયી ચુંટણી યોજાઇ તે માટે ચુંટણી સાથે સંકળાયેલા અધિકારીઓને સુચના આપી હતી.
જિલ્લા સેવા સદન ખાતે લોકસભાની ચૂંટણીની પૂર્વતૈયારીના આયોજન અંગે જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂંટણી પ્રક્રિયા અંતર્ગતની વિવિધ પાંખના નોડલ અધિકારીઓ સાથેની સમિક્ષામાં ચૂંટણીખર્ચ પર દેખરેખ નિયત્રંણ, જાહેરાત, હોર્ડિગ્સ, બેનર્સ વિગેરે દૂર કરવા, મતદારોની જાગૃતિ માટેના અસરકારક કામગીરી, તાલીમ, ઈ.વી.એમની ચકાસણી, સ્ટોરેજ રૂમ બાબતે, હેલ્પલાઈન કમ્પલેઈન, વાહન વ્યવસ્થા, એમ.સી.એમ.સી.ની કામગીરી, લો એન્ડ ઓર્ડર કોમ્પયુટરાઈઝેશન, એસ.એમ.એસ. મોનિટરીંગ કોમ્યુનિકેશન પ્લાન, બેલેટ પેપર, સ્ટાફ, સ્થળાંતર થયેલા મતદારો સહિત અન્ય ચૂંટણીલક્ષી બાબતે નોડલ અધિકારીઓ સાથે વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો હતો.


જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તમામ જવાબદાર અધિકારીઓ સહકાર સાથે સોંપવામાં આવેલી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા ચુંટણી અધિકારીએ લોકસભાની સામાન્ય ચુંટણીઓ નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપુર્ણ માહોલમાં ચુંટણી સંપન્ન થાય તે માટે સૌ અધિકારીઓએ સાથે મળીને કામગીરી કરવાની હિમાયત કરી હતી. આવેલી અરજદારની મળેલી ફરિયાદોનો સમયમર્યાદામાં નિકાલ કરી નિયત ફોર્મેટમાં રીપોર્ટીંગ થાય તથા પ્રો-એક્ટિવ અભિગમ દર્શાવીને ફરજ નિભાવવા માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
ભારતના ચુંટણી પંચ દ્વારા અમલમાં મુકવામાં આવેલી આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ થાય તે માટે એમ.સી.સી., ફલાઇગ સ્કોર્ડની ટીમો કાર્યરત કરવા તેમજ ફરિયાદોના નિકાલ માટે સીંગલ વિન્ડો સીસ્ટમ, કંટ્રોલ રૂમ ઉભો કરવાની સુચનાઓ આપી હતી. ઈ.વી.એમ.નિદર્શન કેન્દ્રોને બંધ કરવા જણાવ્યું હતું. વધુમાં વધુ મતદાન થાય તે માટે સ્વીપની એકટીવીટીઓ કરવા નોડલ અધિકારીને જણાવ્યું હતું. મતદાન સમયે દિવ્યાંગ મતદારોને મતદાન મથકમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તેમજ બેલેટ પેપરનું વિતરણ અંગે જણાવ્યું હતું.


જિલ્લા ચુંટણી અધિકારીએ આચારસહિંતાના અમલીકરણ માટે સરકારી યોજનાઓના જાહેર સ્થળો, સરકારી કચેરીઓમાંથી હોર્ડિગ્સ, બેનર ભીંતચિત્રો ત્વરિત ધોરણે દુર કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા, એમ.સી.એમ.સી., તાલીમ, ફરિયાદ નિવારણ માટે સુચારૂ વ્યવસ્થા કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીમતી શિવાની ગોયલ, મહાનગરપાલિકાના ડે.મ્યુ.કમિશનરશ્રી રાજેન્દ્ર પટેલ, અધિક જિલ્લા ચુંટણી અધિકારીશ્રી કમલેશ રાઠોડ, નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારી, ૧૬ વિધાનસભાના મદદનીશ ચુંટણી અધિકારીઓ, નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here