સુરત ના TAAL Group ના Founder – Architect Krutika Shah અને Mr. Pavan Kapoor President_CIOFF India સાથે Charu Castle Foundation ના સંયુક્ત ઉપક્રમે સુરત મહાનગરપાલિકા, Craftroots, Vastra ના સહયોગથી International Folklore Dance Fest 2.0 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન તા. ૮ થી ૧૧ માર્ચ, ૨૦૨૪ દરમ્યાન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય ફોકલોર ફેસ્ટમાં રોમાનીયા, પોલેન્ડ, શ્રીલંકા, થાઈલેન્ડ અને ભારત દેશના કલાકારો પોતાના દેશની સાંસ્કૃતિક ધરોહરને વાંચા આપતા ફોક ડાન્સની પ્રસ્તુતિ કરશે. સ્વચ્છતામાં નંબર ૧ પ્રાપ્ત કરનાર સુરત શહેર માટે વધુ આનંદ અને ગૌરવની વાત એ છે કે, આવા સમયે તાલ ગ્રુપ દ્વારા આ બીજા આંતરરાષ્ટ્રીય ફોક ફેસ્ટનું ગુજરાત રાજ્યમાં અલગ અલગ સ્થળે આયોજન થઈ રહ્યું છે. વિશેષ વાત એ છે કે, પાંચ દેશના ફોક ડાન્સ માણવાનું લ્હાવો સુરતીજનોને વિના મુલ્યે મળવાનો છે. આ ઉપરાંત યુવા વિદ્યાર્થીઓને પણ આ અંગે ભારત દેશની કલા અને સંસ્કૃતિને માણવાની તક મળશે.
સંપૂર્ણ કાર્યક્રમની સંક્ષિપ્ત માહિતીઃ
તા. ૮ માર્ચ, ૨૦૨૪ શુક્રવાર, સમય : સાંજે ૫, ઉદઘાટન અને સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્થળ : સાયન્સ સેન્ટર, સુરત.
તા. ૯ માર્ચ, ૨૦૨૪ શનિવાર, સમય : સાંજે ૫.૩૦, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્થળ : ગ્રામશ્રી ટ્રસ્ટ, ક્રાફટ રૂટ, અમદાવાદ.
તા. ૧૦ માર્ચ, ૨૦૨૪ રવિવાર, પાંચ દેશોના કલાકારો દાંડી નવસારીની મુલાકાત લેશે.
તા. ૧૧ માર્ચ, ૨૦૨૪ સોમવાર, સમય : ૫.૩૦, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્થળ : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રંગ મંચ.
તાલ ગૃપની સ્થાપના વ્યવસાથે આર્કટિક કૃતિકા શાહ મારફતે સને-૨૦૦૫ માં કરવામાં આવેલી. તાલ ગૃપ એ ફકત મહિલાઓ થકી બનેલું ગૃપ છે, જેમાં ૮ વર્ષથી દ૫ વર્ષની મહિલાઓ સક્રિય રીતે જોડાયેલી છે. ગૌરવાન્વિત બાબત એ છે કે, કૃતિકા શાહને ભારત સરકારે ‘ફીલાટેલીક એડવાઈઝરી કમિટિ; મીનીસ્ટ્રી ઓફ કોમ્યુનીકેશન’ માં નિયુક્તી મળી છે જેમાં તેઓ હાલ સક્રિય છે. TAAL GROUP ઘણા વર્ષોથી લોક કળા, શાસ્ત્રીય નૃત્ય અને સંગીતના અન્ય શાખાઓની કેળવણીને નીભાવતી અને પ્રસ્તુત કરીને ભારતીય કળા, સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરતી આવેલી છે. સને ૨૦૦૫ માં સ્થપાયેલ ‘તાલ ગૃપ’ જે CIOFF (India in association with UNESCO) ના ઓફીશીયલ સભ્ય છે. તદુપરાંત તાલ ગૃપે ICCR Gujarat ના સહયોગથી અનેક કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કર્યુ હતુ. ‘સ્ટેચ્યુ ઓફ યુનીટી’ ના પરિસરમાં વીડીયો કેમેરાથી શુટીંગ કરી ગુજરાતના સુપ્રસિદ્ધ ગરબાની કૃતિ આખા વિશ્વમાં સોશીયલ મીડીયાના માધ્યમથી ઓનલાઈન પ્રસ્તૃત કરી પવિત્ર નવરાત્રી મહોત્સવને અનેરી રીતે ઉજવ્યો. ગુજરાત ટુરીઝમના સહયોગથી દાંડી મુકામે સુપ્રસિદ્ધ ગરબાનું શુટીંગ કરી સોશીયલ મીડીયાના માધ્યમથી “Ist May Gujarat Day” and “World Dance Day” નિર્મિતે તાલ ગ્રુપ દ્વારા ઉજવણી કરવામાં આવી. ‘નાયિકા’ તથા ‘નાયિકા-૨’ નામક બે લોકનૃત્ય કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રની મહિલાઓને તેઓની અદ્વિતિય સામાજીક સેવા બદલ એવોર્ડ આપી મહિલા દિનની ઉજવણી કરી. ‘સુરતના ઐતિહાસીક કિલ્લા’ પર અલગ અલગ નૃત્ય ક્ષેત્રના ગુજરાતભરના કલાગુરૂઓની પ્રસ્તુતિ કરી તેઓનું સન્માન કરી એક ભવ્યતમ કાર્યક્રમનું આયોજન ગુરૂપુર્ણિમા-૨૦૨૨ નિમિત્તે કર્યું. તાલ ગૃપ દ્વારા ગુજરાત, રાજસ્થાન, બંગાળ, પંજાબ, મહારાષ્ટ્ર રાજ્યોના લોકનૃત્યોની પ્રસ્તુતિ કરી છે. ભારતમાં હાલ પર્યંત ‘શ્રીશ્રી રવિશંકર વર્લ્ડ ફેસ્ટ-૨૦૧૫’ દિલ્હી તથા કાલઘોડા ફેસ્ટીવલ-૨૦૧૭ તથા ૨૦૧૯, મુંબઈમાં લોકનૃત્યની પ્રસ્તુતિ કરી છે. તાલ ગૃપે સને-૨૦૨૦ માં સુરત મહાનગરપાલિકા અને CIOFF India તથા સોશીયલ ફેસના સંયુક્ત ઉપક્રમે એક ‘International Folklore Dance Festival-2020’ નું અનોખું આયોજન કરેલ હતું. જેમાં પોલેન્ડ, સ્લોવેકિયા, ઈન્ડોનેશીયા, રોમાનિયા અને ભારત દેશના કોક ડાન્સની અદભૂત પ્રસ્તુતિ થઈ હતી. તે પ્રસંગે વડાપ્રધાન મા. નરેન્દ્રભાઈ મોદીએ તાલ ગૃપની મહિલાઓને પ્રોત્સાહીત કરી અનેરી શુભેચ્છાઓ સાથે જે અદભૂત સંદેશો પાઠવેલો, તે સૌથી યાદગાર અને ગૌરવાન્વિત ઉત્સવ હતો. તાલ ગૃપની મહિલાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે Georgia, Bulgaria, Switzerland, Prayag, Belgium Israel, Brazil, Romania, Korea વિગેરે દેશોમાં ભારતના વિવિધ રાજ્ય જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બંગાળ, પંજાબના ફોક ડાન્સને ‘આંતરરાષ્ટ્રીય ફોક ફેસ્ટીવલ’ માં પ્રસ્તૃત કરી ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.