Home SURAT આદિવાસી બાળકોના જીવનને પ્રકાશતું સેવા કાર્ય – શ્રી મંજુ મા સેવા ફાઉન્ડેશન...

આદિવાસી બાળકોના જીવનને પ્રકાશતું સેવા કાર્ય – શ્રી મંજુ મા સેવા ફાઉન્ડેશન – મુંબઈ નો ‘પ્રોજેક્ટ ઇસ્વરા’

68
0

સચિન : શ્રી મંજુ મા સેવા ફાઉન્ડેશન – મુંબઈ છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત છે અને માનવ ઉત્થાન અને વિશ્વ કલ્યાણની ભાવના સાથે નાના મોટા અનેક સેવા કાર્ય કરે છે.હાલમાં શનિવાર તારીખ ૧૨મી નવેમ્બરે સાપુતારા નજીક ડાંગ વિસ્તારમાં આદિવાસી બાળકોના ઉત્થાન માટે કાર્યરત શ્રી પ્રયોશા પ્રતિસ્થાન આશ્રમ અને શ્રી પી.પી.સ્વામીજીના સાથ અને પ્રેરણાથી એક નવા ઉપક્રમની શરૂઆત કરવામાં આવી છે જેનું નામ છે ‘પ્રોજેક્ટ ઇસ્વરા’ આ પ્રોજેક્ટ હેઠળ આદિવાસી સમાજના બાળકોને સ્પોર્ટ્સ ટ્રેનીંગ, આર્મી તાલીમ, આજીવિકા રળવા માટે અન્ય વોકેશનલ ટ્રેનીંગ અને ભણતર સુવ્યવસ્થિત રીતે આપી તેમની આવડત અને શક્તિઓને ખીલવી જીવનમાં આગળ લાવવાનો અવિરત પ્રયાસ કરવામાં આવશે.

‘પ્રોજેક્ટ ઇસ્વરા’ સાપુતારા ખાતે એક સ્પોર્ટ્સ ટ્રેનીગ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે અને ચાલીસથી વધુ આદિવાસી બાળકોને જાણકાર અને ક્વોલિફાઇડ કોચ સમીરભાઈ ભાલીયા અનર હસનભાઈ મજગુલ દ્વારા એથલેટીક્સ,કબડ્ડી ,ફૂટબોલ વગેરેની સઘન તાલીમ આપવામાં આવશે.આ સેન્ટર ખાતે આદિવાસી બાળકોને ઉચ્ચકક્ષાની તાલીમ સાથે પૌષ્ટિક આહાર અને રહેવા માટેની વ્યવસ્થા શ્રી મંજુ મા સેવા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવશે. શ્રી મંજુ મા સેવા ફાઉન્ડેશનના સચીનભાઈ દોશી જણાવે છે કે ; ‘ઇસ્વારા’ શબ્દનો અર્થ છે અંતરમાં રહેલ પ્રકાશ પૂંજ [ સોર્સ ઓફ લાઈટ ફ્રોમ વિધીન] આ આદિવાસી બાળકો જેમની પાસે આગળ વધવાની કોઈ તક નથી, પણ તેમની અંદર ક્ષમતા છે તેમને પ્રોજેક્ટ ઇસ્વરા’ હેઠળ આગળ વધવામાં મદદ કરી તેઓ ગુજરાત રાજ્યનું નામ દેશભરમાં અને ભારત દેશનું નામ દુનિયાભરમાં રોશન કરે અને જીવનમાં આગળ વધે એ જ શ્રી મંજુ મા સેવા ફાઉન્ડેશનનુ લક્ષ્ય છે.

આ લક્ષ્યને સાધવા તરફ પહેલું પગલું લેવામાં આવ્યું તેની ઉજવણી શની-રવિમાં પ્રયોશા પ્રતિષ્ઠાનના ૬૫૦ થી વધુ બાળકોને રંગબેરંગી કુરતા અને કુર્તી ભેટમાં આપી અને સ્નેહપૂર્વક ભોજન કરવી ,આદિવાસી બાળાઓ સાથે નૃત્ય કરી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here