સુરતઃશનિવારઃ- ચોર્યાસી તાલુકાના સુવાલી બીચ ખાતે વર્ષોથી ખાણી પીણીની દુકાન ચલાવતા જુનાગામના વતની ચંદુભાઈ પટેલે કહ્યું કે, રાજય સરકાર દ્વારા સુવાલી ફેસ્ટિવલ યોજાયો છે, જે અમારા જેવા દુકાનદારો, ઘોડે સવાર, ઊંટમાલિકો, રાઈડસ ચલાવનારાઓને ખૂબ ફાયદો થયો છે. બીચને ડેવલપ કરવા માટે સરકાર દ્વારા ૪૮ કરોડ જેવી માતબર રકમ ફાળવવાની જાહેરાત કરી છે, જેનાથી પ્રવાસીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ બનશે. હાલ રૂ.૭ કરોડના ખર્ચે સુવાલી ગામથી સુવાલી બીચ સુધીનો પહોળો રોડ બની ગયો છે, જે અભિનંદનને પાત્ર છે.