Home GUJARAT નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા વી.ટી. ચોકસી લૉ કોલેજમાં મતદાર જાગૃત્તિ તથા નોંધણી...

નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા વી.ટી. ચોકસી લૉ કોલેજમાં મતદાર જાગૃત્તિ તથા નોંધણી કાર્યક્રમ યોજાયો

42
0

લોકશાહીમાં જનભાગીદારીનું મહત્વ સમજાવી યુવાઓને નોંધણી અને મતદાન પ્રક્રિયાથી માહિતગાર કરાયા.

સુરત:રવિવાર: નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા અઠવાલાઈન્સ સ્થિત વી.ટી. ચોકસી લૉ કોલેજ ખાતે મતદાન જાગૃતિ અને નોંધણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ મતદાર નોંધણી તેમજ મતદાન પ્રક્રિયા વિષે સમજ મેળવી હતી.


આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઈવીએમનો ડેમો આપી સમગ્ર મતદાન પ્રક્રિયા તેમજ લોકશાહીમાં યુવા મતદારોની મહત્વની ભૂમિકા અને મતદાન નોંધણી અને તેમા સુધારા માટેની ઓનલાઈન પ્રક્રિયાની જાણકારી આપી આગામી ચૂંટણીઓમાં અવશ્ય મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
જિલ્લા યુવા અધિકારીશ્રી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સિટી સુપ્રિન્ટેન્ડેન્ટ હરસિદ્ધિબેન, બુથ ઓફિસર વર્ષાબેન પટેલ, EVM ટેક્નિકલ સ્ટાફ ખ્યાતિબેન ચૌધરી તથા સંજયભાઈ ચૌધરીએ મતદાન પ્રક્રિયા, EVM મશીનનો પ્રેક્ટિકલ ડેમો, વોટર હેલ્પલાઈન એપની માહિતી & ઓનલાઇન ફોર્મ ભરવાની ઉપયોગી જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં મજુરાના મામલતદાર પંકજ મોદી, નાયબ મામલતદાર કિરણબેન ગઢવી, એક સોચ એન.જી.ઓ. ના સંસ્થાપક રિતુ રાઠી, કોલેજના કાર્યકારી આચાર્ય ડો. ઈરમલાબેન, કોલેજ કોર્ડીનેટર નિકુંજભાઈ રાઠોડ, કોલેજના કેમ્પસ એમ્બેસેડર જયદીપ રાઠોડ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નહેરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક ગૌરવ પડાયા (તાલુકા યુવા સંયોજક)એ NYKની કાર્યશૈલીની માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના કોર્ડીનેટર નિકુંજ રાઠોડ તથા NYKના સ્વયંસેવક ગજેન્દ્રસિંહ ચૂડાવત તથા ઉજ્જવલ પરમારે કર્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here