સાઉથ ઝોન-બી(કનકપુર)ના આકારણી અને વસૂલાત વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને હજુ પણ મિલકતવેરો ભરપાઈ કરવામાં બેદરકારી દાખવનાર મિલકતદારોની મિલકતોને સીલ કરવાની તેમજ નળ કનેક્શન, ડ્રેનેજ કનેક્શન કાપવા જેવી કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોઈ જે મિલકતોની વેરા બાકી છે તેઓને તાકીદે વેરો ભરપાઈ કરવા જણાવવામાં આવે છે.
મે. કમિશ્નરશ્રી તથા ડે. કમિશ્નરશ્રી ની તા. ૩૦/૦૧/૨૦૨૪ ના રોજ રેવન્યુ મિટિંગમાં મળેલ સુચનાનુસાર સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-બી(કનકપુર) ના આકારણી અને વસુલાત વિભાગ દ્વારા સઘન વેરા વસુલાત ઝુમબેશ અંતર્ગત ઉન વિસ્તારના તસ્લીમ ઈંડસ્ટ્રીયલ, વી.એમ.ધમનવાલા ઈન્ડ. અને પી.એમ.ધમનવાલા ઈન્ડ. વિસ્તારમાં કુલ ૧૦૮ મિલકતોમાં વસૂલાત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ જે પૈકી ૬૧ મિલકતોને સીલ કરવામાં આવેલ તેમજ સ્થળ ઉપર ૨૫,૬૨,૩૨૯/- લાખની વસૂલાત કરવામાં આવેલ છે. તેમજ એડવાન્સ ચેક પેટે ૧૪,૯૭,૫૯૨/- લાખ લેવામાં આવેલ છે.
આથી જે કરદાતાઓનો મિલકત વેરો બાકી છે તેમણે તમામ ઝોન ઓફિસ તથા સિવિક સેંટરનો સંપર્ક કરી તાત્કાલિક વેરો ભરવા ખાસ જણાવવામાં આવે છે.