નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા બિઝનેસ એક્ઝિબિશન તેમજ હલ્દી કંકુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
નાયક મરાઠા સમાજના ટ્રસ્ટી અને સેક્રેટરી ગણેશભાઈ પી સાવંત એક યાદીમાં જણાવે છે કે નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા પોલીસ કોમ્યુનિટી હોલ અઠવા લાઈન્સ ખાતે 28 1 2024 ને રવિવારના રોજ સવારે 10:00 કલાકે બિઝનેસ એક્ઝિબિશન તેમજ સાંજે 4:00 કલાકે હલ્દી કંકુ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી ને નાયક સમાજ સેવા સંઘ મહિલા કમિટીની સ્થાપના કરવામાં આવી હતી તેમજ રાષ્ટ્રગીત ગાયને કરવામાં આવી હતી સવારે યોજાયેલ બિઝનેસ એક્ઝિબિશન કાર્યક્રમમાં સુરત ખાતે રહેતા કોકણ પ્રાંતમાંથી આવતા મહારાષ્ટ્રીયન સમાજના અલગ અલગ પ્રકારના વ્યાપાર તેમજ બિઝનેસથી જોડાયેલ સંસ્થાના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વ્યાપાર કરતાં માલિકો સાથે તેમના બિઝનેસને એલઇડી સ્ક્રીન પર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ બિઝનેસ મેળામાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સાંજે નાયક મરાઠા સેવા સંઘ સુરતના મહિલા મંડળ દ્વારા હલ્દી કંકુ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી જે કાર્યક્રમમાં સુરત શહેરમાં વસતા મહારાષ્ટ્ર પરિવારની સૌભાગ્યવતી બહેનો બે થી અઢી હજાર ની સંખ્યામાં સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાના કપાળે હલ્દી અને કંકુનો તિલક કરી તણ સાંકળી અને ગોળની આપે આપ લે કરી પરમપરાગત હલ્દી કંકુ ની રસમ નિભાવી હતી અને પોતાનું અખંડ સૌભાગ્ય રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતીઆ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો માટે દાબેલી અને વડાપાવ ની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ બાળકો માટે પણ પોપકોન , બુદ્ધિના બાલ અને આઈસ્ક્રીમ ની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આવનાર મહિલા મંડળો તેમજ બિઝનેસમેન અને નાયક મરાઠા સેવા સંઘ સુરતના અગ્રણીઓ ને ખૂબ આનંદ થયો હતો