મેં.કલેક્ટર શ્રી તથા સંબંધિત કચેરીઓને લેખિત ફરિયાદ કરી, કોઈ પરિણામ ન આવતા આજે સમૂહમાં હલ્લા બોલ કાર્યક્રમ યોજી,
ફેક્ટરી માલિકોને ફેક્ટરીઓ બંધ કરવા જણાવેલ છે, તંત્ર પણ આ બાબતે યોગ્ય પગલાં લે એવી અમારી માંગ છે.: જયેશ પટેલ માજી સરપંચ તલંગપુર
સચિન વેસ્ટ તરફ આવેલ અને તલંગપુર ઉમ્બરની આજુબાજુમાં આવેલ જીઆઇડીસી ફરતે આવેલા ગામડાઓમાં પ્રદુષણની ફરીયાદ વ્યાપક બની રહી છે. તલંગપુર ગ્રામજનોમાં યુવા અભિષેકના કહેવા પ્રમાણે કોલસી બાળવાને કારણે ફેલાતા પોલ્યુશનથી અમો ગ્રામ લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલ બન્યું છે. કેન્સર જેવા અસાધ્ય રોગ વધ્યા છે. જયારે મનીષાબેન જયેશ પટેલે પણ કહ્યું આખા દિવસમાં ઘર કાળું કાળું બને છે. પોંછા મારી મારીને બહેનો થાકી જાય છે, તાલુકા સદસ્ય નરેશ પટેલે કહ્યું કે અમારા ઓટલા અને બધી ગાડીઓ કાળી થઈ જાય છે. બાળકોના પગ કાળા થાય છે બીમાર પડે છે અમને વ્યાપક નુકસાન થઇ રહયું છે.
ત્યારે કાલુ ઉર્ફે કાર્તિકે પટેલે કહ્યું કે, આ બાબતે મેં.કલેટરશ્રી તથા સંબંધિત કચેરીઓને લેખિતમાં આપ્યું છે. કોઈ કાર્યવાહી થઇ નથી ગ્રામજનોમાં નીરવ દેસાઈ, ભાજપ યુવા પ્રમુખ વોર્ડ ૩૦, રાજુ પટેલ ઉપ પ્રમુખ વોર્ડ ૩૦, ધનસુખ પટેલ માજી સરપંચ ઉંબર, જયેશ પટેલ માજી સરપંચ તલંગપૂર તથા સામાજિક કાર્યકર કાલુ ઉર્ફે કાર્તિક પટેલ અને અક્ષય ચૌહાણે વધુમાં જણાવ્યું કે આ ટેક્ષટાઇલ ઝોન છે તો અહીં કેમિકલ ફેક્ટરીઓને કેવી રીતે આવી? આને શરુ કરવાની પરમિશન કોણે આપી છે ? અમે વર્ષ ૨૦-૨૧ થી પોલ્યુસનથી હેરાન પરેશાન થઇ રહ્યા છીએ આવા પ્રશ્ને બાબતે તંત્રએ જાગૃત બની નકકર પગલા ભરવા જોઇએ. જે ભરતા નથી.
તો તાત્કાલિક પગલાં ભરે એવી અમારી લોકમાંગણી છે. આજે અમે સમગ્ર ગામ વાસીઓ દ્વારા, એકત્ર થઇ હલ્લાં બોલની જેમ જઈને દરેક ફેક્ટરી પર થાળીઓ વગાડી કહ્યું છે. કે, પ્રદુષણ બંધ કરો ભાઈ બંધ કરો, અહીં વર્ષો થી ટેક્ષ્ટાઇલ ઝોનમાં સરકારી પરવાનગીઓ દ્વારા એ વ્યવસાય ચાલે છે પરંતુ છેલ્લા ત્રણ ચાર વર્ષથી કેમિકલની ફેકટરીઓ અહીં કેવી રીતે આવી ગઈ? જે તાત્કાલિક બંધ કરવી એ જ અમારી માંગ છે. અમારા ગામ નજીક આવેલ નીમલોન મેટાલિક, સાગર મેટાલિક અને જે એમ ટી ઇન્ડિયા નામની કંપનીમા કોલસીની ભુકીનો ઉપયોગ થઇ રહ્યો છે અને રાત-દિવસ ચાલતા આ કાર્યથી આજુબાજુના વીસ્તારોમા આ કોલસાની ભુકી ઉડતી હોય પ્રદુષણ ફેલાવવા સાથે ઘરોને, ગ્રામજનોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઇ રહયુ છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ કશું જ કરતા નથી અમે બધે રજુઆત કરી છે.
છતા કોઇ કાર્યવાહી ન થતા તંત્ર તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરે અને ફેકટરીઓ બંધ કરાવે. કેમ કે પોલ્યુસનની અસર જોતા તેમા કોલસી , રબ્બર, ખરાબ કેમીકલ્સ, ઓઇલનો પણ ઉપયોગ થતો હોઈ શકે ? અને એટલેજ પોલ્યુશન ફેલાય રહ્યું છે જે બંધ થવું જોઈએ. આ અંગે તંત્ર મારફત યોગ્ય કાર્યવાહી યુદ્ધના ધોરણે કરાય તેવી ગ્રામજનોની માંગ હાલમાં કરાઇ છે. જો તંત્ર તાત્કાલિક પગલાં નહિ ભરશે તો ઉગ્ર આંદોલન થશે અને જેની જવાબદારી સંબધિત અધિકારીઓની રહેશે એવું તલંગ પૂર ના ઉપરોક્ત આગેવાનોએ જણાવ્યું છે.