સુરત શહેરની 165 મજુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે ઘોડ દૌડ રોડ નજીક આદર્શ પછાત વર્ગ સોસાયટીમાં આવેલ ઘનરાજ ગેરેજની બાજુમાં સવારે 9 થી 1 વાગ્યા સુધી વિવિધ લોક ઉપયોગી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
માં કાલી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમિત જયસ્વાલે જણાવ્યું હતું કે આજે 8મી જાન્યુઆરીના રોજ ધારાસભ્ય હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે વિવિધ 11 પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી. જેમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 150 થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું.101 વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લગભગ 1000 થી વધુ લોકોને આયુષ્માન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, આવકનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વૃદ્ધાવસ્થા પેન્શન, મોતિયાની તપાસ, આંખની તપાસ, બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, પેટને લગતા રોગો વગેરે જેવી સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. ધારાસભ્ય હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો. વોર્ડ નં. 21ના કાઉન્સિલર અશોક રાંદેરિયા, વૃજેશ ઉનડકટ, ડિમ્પલ કાપડિયા, સુમન ગાડિયા, વોર્ડ પ્રમુખ કીર્તિ કાકા ધવલભાઈ અને વિવિધ કાર્યકરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યના જન્મદિવસે લોકસેવા કાર્યક્રમ યોજવા બદલ પ્રમુખ અમિત જૈસવાલ અને ઉપપ્રમુખ ગૌરાંગ બાગિયાવાલા તેમજ ટ્રસ્ટના સભ્યોનો લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો.