Home AHMEDABAD નિવૃત્તિ પછી પણ ત્રણ સરકારી અધિકારી ઉપર એસીબીનો ગાળિયો કસાયો

નિવૃત્તિ પછી પણ ત્રણ સરકારી અધિકારી ઉપર એસીબીનો ગાળિયો કસાયો

66
0

ભ્રષ્ટાચાર કરી અપ્રમાણસર મિલકતો વસાવનારા સામે ગુનો નોંધાયો

ગાંધીનગર : રાજ્યના લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો (એસીબી) દ્વારા જુદા જુદા વિભાગના ત્રણ અધિકારીઓ વિરુદ્ધ અપ્રમાણસરની મિલકતો વસાવીનું તપાસમાં બહાર આવતા આ અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. જેના પગલે રાજ્યમાં ભ્રષ્ટાચારી અધિકારી- કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો (એસીબી)ના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી સુનિલ ચતુરભાઈ વસાવા વર્ગ- 1 નાયબ કલેકટર, તત્કાલીન પ્રાંત અધિકારી, પાટડી, સુરેન્દ્રનગર, હાલ આસિસ્ટન્ટ કમિશનર પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગર, આરોપી અશોક લક્ષ્મણભાઈ પટેલ વર્ગ- ૨ તત્કાલીન સિનિયર ફૂડ સેફટી ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા, હાલ નિવૃત્ત તથા આરોપી અરુણ પુનાભાઈ પટેલ વર્ગ-૩ તત્કાલીન સર્કલ ઓફિસર, મામલતદાર કચેરી મહુવા, જિલ્લો સુરત આ ત્રણેય અધિકારીઓએ પોતાની કાયદેસરની આવકના સાધનો કરતા પોતાના હોદાનો દુરુપયોગ કરી ભ્રષ્ટ રીત- રસમો અપનાવી ગેરકાયદેસર રીતે નાણા મેળવી અપ્રમાણસરની મિલકતો વસાવી હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે ત્રણે અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોપી – અરુણ પુનાભાઇ પટેલ તત્કાલીન સર્કલ ઓફિસર મામલતદાર કચેરી મહુવા 14.47 લાખની અપ્રમાણસરની મિલકત વસાવી

આરોપી – અશોક લક્ષ્મણ પટેલ તત્કાલીન સિનિયર ફૂડ સેફટી ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન, ગોધરા 20.73 લાખની અપ્રમાણસરની મિલકત વસાવી

આરોપી – સુનિલ ચતુરભાઈ વસાવા નાયબ કલેકટર, તત્કાલીન પ્રાંત અધિકારી પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર 88.84 લાખની અપ્રમાણસરની મિલકતો વસાવી

આરોપી અરુણ પટેલ તત્કાલીન સર્કલ ઓફિસર, મામલતદાર કચેરી મહુવાએ ભ્રષ્ટ રીત- રસમો અપનાવીને 14.47 લાખની અપ્રમાણસરની મિલકત વસાવી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે. જ્યારે અશોક લક્ષ્મણભાઈ પટેલ વર્ગ-૨ તત્કાલીન સિનિયર ફૂડ સેફટી ઓફિસર, ગોધરાએ પોતાની ફરજ દરમિયાન 20.73 લાખની અપ્રમાણસરની મિલકત વસાવી હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઉપરાંત સુનિલ ચતુરભાઈ વસાવા વર્ગ-1 નાયબ કલેકટર, તત્કાલીન પ્રાંત અધિકારી, પાટડી, જિલ્લો સુરેન્દ્રનગરએ 88.84 લાખની અપ્રમાણસરની મિલકતો વસાવી હોવાનું એસીબીની તપાસ દરમિયાન જણાઈ આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here