સચિનમાં ખાડા પુરાણમાં વેઠ ઉતારાઈ,માટી બેસી જતાં વાહનો ફસાયા
સુરત-સચીન, સુરત મહાનગર પાલિકા ના ઉધના ઝોન-બી ખાતે આવેલ સચિન ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થિત નગર પ્રાથમિક સ્કૂલ અને આરોગ્ય કેન્દ્ર પાસે પાણીની લાઇન નાખવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કરાયેલાં ખોદકામ બાદ યોગ્ય રીતે પુરાણ ન કરાતાં રવિવારે થયેલાં કમોસમી વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી હતી. રોડ પરની માટી બેસી જતાં મોટા ખાડા પડ્યા હતાં. ગંભીર બાબત એ હતી કે વરસાદી પાણી ભરાયાં બાદ તે ખાડા કેટલાં ઊંડા છે? તેનો ખ્યાલ જ ન રહેતાં રોડ પરથી પસાર થતાં વાહનો ફસડાયા હતાં.
એક કારનું વ્હીલ ખાડામાં જ બેસી જતાં થોડા સમય માટે ટ્રાફિક જામના દ્દશ્યો સર્જાયા હતાં.તંત્રની નિષ્કાળજીના લીધે સમગ્ર દિવસ ચાલકો હેરાન થયાં હતાં. આ અંગે સ્થાનીકો દ્વારા કોઇ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ખાડાની ફરતે આડશ મુકાઈ હતી. રહીશોએ કહ્યું કે, લાઇન નાખ્યા બાદ થયેલાં પુરાણને 2 મહિના જેટલો સમય થઇ ગયાં બાદ પણ સ્થાનીક તંત્ર દ્વારા રોડ નિર્માણની કામગીરી કરાઇ નથી.
વિભાગ માં કોઈ ની ફરિયાદ કે રજુઆત સાંભળવામાં આવતું ન હોવાની ફરિયાદ સ્થનિક લોકો તરફ થી કરવામાં આવેલ છે.છતાં વિભાગ ના કર્મચારીઓ અધિકારી ફક્ત અમુક લોકો માટે જ કામગીરી કર્તા હોય છે તેવું સ્પષ્ટપણે જોવાઈ આવે છે.