સુરતમાં દારૂબંધીનો આંચળો ઓઢીને કાર્યવાહી કરવાનું શહેર પોલીસનું નાટક સ્ટેટ મોનિટરીંગ સેલે ઉઘાડું પાડ્યું.
સચિન પોલીસ સ્ટેશનની હદમાં આટલી મોટી માત્રામાં દારૂ ઝડપાતા પોલીસના ભ્રષ્ટ્રાચાર પરથી પડદો ઉઠી ગયો.
સચિન પીઆઈ અને વહીવટદારની મંજૂરીથી ધંધો શરૂ કર્યો?
સુરત-સચીન, ગુજરાત માં દારૂબંધી અને કાયદા-વ્યવસ્થા અંગે ની મહિતી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે સચિન નજીક ભાટીયા કચોલી ગામના ખુલ્લા ખેતરમાંથી લાખો રૂપિયાનો દારૂ પકડ્યો છે. આ સાથે જ સ્ટેટ મોનિટરીંગ સેલે ચારની ધરપકડ કરી છે. જ્યારે 8ને વોન્ટેડ જાહેર કર્યા છે.
જેમાં સ્થાનિક પુલીસ ના જાણ બહાર આવું મોટા પ્રમાણ માં દારૂબંધી હોવા છતાં આ દારૂ પકડાયા પછી કાયદા-વ્યવસ્થા અને ફ્રરજ ઉપર ના અધિકારી-કર્મચારીઓ ની જાણ બહાર હોય એવી શક્યતા નકારી શકતી નથી. જેથી મોટા પાયે તપાસ થયા તો પોલીસ ના ભષ્ટાચાર ની પર્દા પાછળ ની રમત રમી રહેલા લોકો ના નામો સામે આવું શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડા પાડીને સચિનના ભાટીયા કચોલી ગામના ખુલ્લાં ખેતરમાં વેચાણ માટે મુકેલા રૂપિયા 9,70,440ની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં 8424 બોટલો છે.સ્ટેટ મોનિટરીંગ સેલની કાર્યવાહીના પગલે સચિન પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ હતી. સચિન પોલીસ સ્ટેશનની હદમાં આટલી મોટી માત્રામાં દારૂ ઝડપાતા પોલીસના ભ્રષ્ટ્રાચાર પરથી પડદો ઉઠી ગયો છે.
સચિન પીઆઈ અને વહીવટદારની મંજૂરીથી ધંધો શરૂ કર્યો?
સચિન પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા ઘણા સમયથી આ અલ્પેશ જાડો પીઆઇ દેસાઈ અને સચિન પોલીસ સ્ટેશનના વહીવટદાર મુકેશ ટાંકને સાથે મળીને તેમની મંજૂરી લઈ દારૂનો ધંધો શરૂ કરી દીધો હતો તેવી ચર્ચા છે. પરંતુ પીઆઇ અને વહીવટદાર સામે કોઈ પગલા જે તે સમયે લેવાયા નહોતા. કે કોઈપણ તપાસ કરવામાં આવી નહોતી. અંતે સ્ટેટ મોનિટરિંગ સેલને આ અંગે માહિતી મળતા તેમણે આજે રેડ કરી હતી. અને પોલીસના હાથે ખૂબ મોટો જથ્થો લાગ્યો હતો.
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે લિસ્ટેડ બુટલેગર અલ્પેશ ઉર્ફે જાડો (રહે. ગોલવાડ), તેના સાગરીતો સાથે મળી અલગ અલગ વાહનોમાં દમણથી દારૂનો માલ શહેરમાં લાવતો હોવાની બાતમી મળી હતી. તેણે આજે ભાટીયા ગામથી કછોલી ગામ જવાના રોડ ઉપર ખાતર બનાવવાના કારખાનાની બાજુમાં ખુલ્લી જગ્યામાં દારૂનો જથ્થો ઉતારેલો છે અને દારૂનું કાર્ટિંગ ચાલુ હોવાની બાતમી મળી હતી. જેના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે રેઈડ કરતા 9.70 લાખની કિંમતની 8424 દારૂની બોટલ મળી આવી હતી. એક મોબાઈલ ફોન મળીને કુલ 9.83 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. દારૂ મંગાવનાર અલ્પેશ ઉર્ફે જાડો જગદીશભાઈ રાણા તથા રેઈડ દરમિયાન ભાગી જનાર રાજેશ કિરણ રાઠોડ, આકાશ જગુ રાઠોડ, મયુર ભરત રાઠોડ, રવજી નાથું રાઠોડને વોન્ટેડ જાહેર કરાયા છે. રેડ દરમિયાન સરફરાજ, એક અર્ટીગા કારનો ચાલક અને એસક્રોસ કારના ચાલક માલ ભરીને ભાગી ગયા હતા. તેમને મળીને કુલ 8ને વોન્ટેડ જાહેર કરાયા છે. આ સિવાય ગણેશ રવિચંદ્ર રાણા, ધર્મેશ રવિ રાઠોડ, પિયુષ મુકેશ રાઠોડ અને ઉકા કાલીદાસ રાઠોડને પકડી પાડયા હતા. તેમની પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમને રોજના 1 હજાર રૂપિયા મજુરી આપવામાં આવતી હતી અને છેલ્લા 15 દિવસથી આ કામ ચાલતું હતું. માલ ઉતારીને કાર્ટિંગ કરવા માટે તેમને રખાયા હતા.
પકડાયેલા આરોપીઓ: (1) ગણેશ રવિચંદ્ર રાણા (રહે., સુરત), (2) ધર્મેશ રવજી રાઠોડ, (3) પિયુષ મુકેશ રાઠોડ, (4) ઉકા કાલીદાસ રાઠોડ (રહે. ગામ-ભાટીયા, સચિન, સુરત)
વોન્ટેડ આરોપી: (1) અલ્પેશ ઉર્ફે જાડો જગદીશ રાણા (જેણે મુદ્દામાલનો આદેશ આપ્યો હતો, રહે. સલાબતપુરા), (2) રાજેશ કિરણ રાઠોડ, (3) આકાશ જગુ રાઠોડ, (4) મયુર ભરત રાઠોડ, (5) રવજી નાથુ રાઠોડ (રહે. ભાટિયા, સચિન), (6) બ્રાઉન મારુતિ અર્ટિગા કારનો ડ્રાઈવર સરફરાઝ, (7) અજાણ્યો મારુતિ અર્ટિગા કારનો ચાલક, (8) અજાણ્યો સ્ક્રૉસ કારનો ડ્રાઈવર