રૂા.૩૭.૩૩ કરોડના ખર્ચે નવનિર્મિત ખ૨વ૨નગ૨ જંકશન થી પર્વતપાટીયા ત૨ફ ભાઠેના જંકશન પરના ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ
‘સૌના સાથ, સૌના વિકાસ’ના સૂત્રને અનુસરી પાલિકા અને રાજ્ય સરકારે સાથે મળીને વિકાસકામોની વણઝાર કરી છે:
ભાઠેના જંકશન પર ફલાય ઓવર બ્રિજ નિર્માણથી ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળીઃ-:સાંસદ સી.આર.પાટીલ
સુરત:ગુરૂવાર: ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલના હસ્તે સુરત મહાનગરપાલિકાએ રૂ.૩૭.૩૩ કરોડના ખર્ચે બનાવેલા નવનિર્મિત ખ૨વ૨નગ૨ જંકશન થી પર્વતપાટીયા ત૨ફ ભાઠેના જંકશન પરના ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે સાસંદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરત શહેર ડાયમંડ અને ટેક્ષ્ટાઇલ સિટી તરીકે ઓળખાય છે, એવી જ રીતે બ્રિજ સિટી તરીકે પણ સુરતની એક અલગ ઓળખ ઉભી થઇ છે.સુરત શહેરમાં ખ૨વ૨નગ૨ જંકશન થી પર્વતપાટીયા ત૨ફ ભાઠેના જંકશનને જોડતો ૧૨૧મો બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો છે.ત્યારે દેશભરમાં સુરત શહેર સૌથી વઘુ બ્રિજ બનાવનારું શહેર બન્યું છે.
વઘુમાં તેમણે કહ્યું હતું કે, પીક અર્વસ દરમિયાન ભાઠેના જંકશન પર ટ્રાફીક જામની સમસ્યાના નિવા૨વા માટે મહાનગર પાલિકા દ્વારા ભાઠેના જંક્શન પર નવનિર્મિત ફલાય ઓવર બ્રિજનું નિર્માણ કર્યું છે. બ્રિજના નિર્માણથી આસપાસનાં વિસ્તારના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળી છે તેમજ લોકોનો સમય અને ઈંધણની પણ બચત થશે.
સુરત મહાનગરપાલિકાની વિકાસલક્ષી કામગીરીને બિરદાવતા તેમણે કહ્યું કે, ‘સૌના સાથ, સૌના વિકાસ’ના સૂત્રને અનુસરી સુરત મહાનગર પાલિકા અને રાજ્ય સરકારે સાથે મળીને વિકાસકામોની વણઝાર કરી છે. જેમાં સુરતવાસીઓ પણ હંમેશા સહયોગી રહ્યા છે. ભાઠેના જંક્શન પરનો નવનિર્મિત બ્રિજ આવાગમન માટે મહત્વપૂર્ણ સાબિત થશે. પાલિકાએ બ્રિજનું નિર્માણ કરી સ્થાનિક જનતા અને હજારો વાહનચાલકોને આવાગમનમાં મોટી રાહત આપી હોવાનું શ્રી પાટીલે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી સંગીતાબેન પાટીલ, સંદિપભાઇ દેસાઇ, મનુભાઇ પટેલ, મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, ડે. મેયર ર્ડા. નરેન્દ્રભાઇ પાટીલ, સ્થાયી સમિતિ અઘ્યક્ષશ્રી રાજન પટેલ, SMC કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, શાસકપક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી, દંડકશ્રી ધર્મેશ વાણિયાવાળા, પૂર્વ ધારાસભ્યશ્રી વિવેક પટેલ, કોર્પોરેટરશ્રીઓ તેમજ અગ્રણીઓ મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.