Home GUJARAT એ.સી.બી. સફળ ટ્રેપ Surat SMC અઠવા ઝોનનાં લાઇટ ખાતાનાં બે કર્મચારીઓ...

એ.સી.બી. સફળ ટ્રેપ Surat SMC અઠવા ઝોનનાં લાઇટ ખાતાનાં બે કર્મચારીઓ લાંચનુ છટકુ પકડાયા.

53
0

સુરત, અઠવા ઝોનનાં લાઇટ ખાતાનાં ઇલેક્ટ્રીકલ જુનીયર ઇજનેર પરેશભાઇ પટેલ તથા મેઇન્ટેનન્સ આસીસ્ટન્ટ ડેનીશ બારડોલીયા નાઓએ ફરીયાદી પાસે બંન્ને આરોપીઓએ રૂપિયા વીસ-વીસ હજાર મળી કુલ્લે રૂ.૪૦૦૦૦/- ની લાંચની માંગણી કરી. આજરોજ અઠવા ઝોન સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે આપી જવા જણાવેલ હોય, જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદીએ ફરીયાદ આપતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા આરોપી નં.(૧) અને આરોપી નં.(૨) નાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂપિયા વીસ-વીસ હજાર મળી કુલ્લે રૂ.૪૦૦૦૦/- લાંચની રકમ સ્વીકારી સ્થળપર પકડાઇ જઇ ગુનો કરેલ છે.

બંન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. જેમાં ટ્રેપિંગ અધિકારી શ્રી કે.જે.ધડુક, પો.ઇન્સ.સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. ટીમ અને સુપર વિઝન અધિકારી શ્રી આર.આર.ચૌધરી મદદનિશ નિયામક એ.સી.બી. સુરત એકમ, સુરત. ટીમ સાથે કામગીરી કરવામાં આવેલ હતા.

જેમાં આરોપી નં. (૧) પરેશકુમાર સુમનભાઇ પટેલ ઉ.વ.૪૩ નોકરી-જુનિયર ઇજનેર ઇલેક્ટ્રીકલ, અઠવાઝોન, સુરત મહાનગરપાલિકા, સુરત. અને આરોપી નં. (૨) ડેનિશ રાજેશકુમાર બારડોલીયા ઉ.વ.૩૭ નોકરી- મેઇટેનન્સ આસીસ્ટટન્ટ, અઠવાઝોન, સુરત મહાનગરપાલિકા, સુરત. ટ્રેપની તારીખ : ૦૧/૧૧/૨૦૨૩ માંગવામાં આવેલ લાંચની માંગણીની રકમ: રૂ.૪૦૦૦૦/- અને લાંચની સ્વીકારેલ રકમ : રૂ.૪૦૦૦૦/- જગ્યા ઉપર સ્વીકાર કરવામાં આવેલ અને રીકવર રકમ લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૪૦૦૦૦/- હતી.

જેમાં આગળ ની કાર્યવાહી અને તપાસ કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here