સુરત,સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અને શહેરી(DDWS અને Mohua)ઘ્વારા તા.૧પ સપ્ટેમ્બર ર૦ર૩ થી તા. ર ઓકટોબર ર૦ર૩ દરમ્યાન “સ્વચ્છતા હી સેવા” પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા ૧ ઓકટોબર ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ કલાક દરમ્યાન ”સ્વચ્છતા હી સેવા”અંતર્ગત “એક તારીખ એક કલાક” શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું . જેના ભાગરૂપે સુરત શહેરના તમામ ઝોન વિસ્તારના કુલ ૬૨ સ્થળો જેવા કે નાવડી ઓવારા, ધાર્મિક સ્થળ, જાહેર રસ્તા, બાગ બગીચા, શૈક્ષણિક સંસ્થા, ઐતિહાસિક ઇમારત તથા તેની આજુબાજુના વિસ્તારની સફાઇની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.
જેના ભાગરૂપે સેન્ટ્રલ ઝોનના નાવડી ઓવારા ખાતે સાંસદ સભ્યશ્રી સી આર પાટીલ, ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રાણા તથા મા.કમિશનરશ્રીમતી શાલીની અગ્રવાલ અને ઝોનના કોર્પોરેટરશ્રીઓ, વરાછા ઝોન-એ માં સ્મીમેર કોલેજ કેમ્પસ ખાતે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ શ્રીમતી મનીષાબેન આહીર, શહેર ભાજપ મહામંત્રીશ્રી કાળુભાઈ ઈટાલીયા, ધના મીલ મીની બજાર ખાતે ધારાસભ્યશ્રી કાંતિભાઈ બલર, માતાવાડી ખાતે ધારાસભ્યશ્રી પ્રવિણભાઈ ઘોઘારી અને ઝોનના કોર્પોરેટરશ્રીઓ, રાંદેર ઝોનમાં પારસીવાડ હેરિટેજ ખાતે સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી રાજનભાઈ પટેલ, જગદીશચંદ્ર બોઝ એક્વેરિયમ દંડક શ્રી ધર્મેશભાઈ વાણીયાવાલા, પટેલ પાર્ક માર્કેટ ખાતે ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી અને ઝોનના કોર્પોરેટરશ્રીઓ, લીંબાયત ઝોનમાં નીલગીરી સર્કલ ખાતે ડે-મેયર ડો. નરેશ એસ.પાટીલ, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, છત્રપતિ શિવાજી સમારક થી ઇશ્વરપુરા બજાર ખાતે શાસક પક્ષ નેતા શ્રીમતી શશીબેન ડી. ત્રિપાઠી અને ઝોનના કોર્પોરેટરશ્રીઓ, વરાછા ઝોન-બી માં સુમન સહકાર EWS આવાસ ખાતે ઝોનના કોર્પોરેટરશ્રીઓ, કતારગામ ઝોનમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ધારાસભ્યશ્રી વિનુભાઈ મોરડિયા અને ઝોનના કોર્પોરેટરશ્રીઓ, ઉધના ઝોનમાં સપ્તશ્રૃંગી મંદિર ખાતે ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલ, સચિન તલંગપુર રેલ્વે ઓવરબ્રિજ ખાતે ધારાસભ્યશ્રી સંદિપભાઈ દેસાઈ અને ઝોનના કોર્પોરેટરશ્રીઓ, અઠવા ઝોનમાં લેકવ્યુ ગાર્ડન ખાતે ઝોનના કોર્પોરેટરશ્રીઓ ધ્વારા સદર કાર્યક્રમમાં ભાગ લઇ શ્રમદાન કરવામાં આવેલ હતું.
સમગ્ર કાર્યક્રમ દરમ્યાન તમામ ઝોનના કૂલ ૬૨ સ્થળ ખાતે સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, સુરત મહાનાગપાલિકાના અધિકારીશ્રી/પદાધિકારીશ્રી સહિત હજારોની સંખ્યામાં નાગરિકો ધ્વારા ભાગ લઇ સફાઈની કામગીરી હાથ ધરી અંદાજીત ૧૩૦ મે.ટન કચરો એકત્રિત કરી તેનો યોગ્યપણે નિકાલ કરવામાં આવેલ હતો.