સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ પી. સાવંત એક અખબાર યાદીમાં જણાવે છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે તારીખ ૦૭/૦૯/૨૦૨૩ ગુરૂવારના રોજ સાંજે ૪.૦૦ કલાકે ભાગળ ચાર રસ્તા ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ શ્રી સી.આર.પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને મટકી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ પી. સાવંતના જણાવ્યા મુજબ તારીખ ૨૦/૮/૨૦૨૩ રવિવારના રોજ ભાગળ ખાતે મુખ્ય મટકી ફોડ તેમજ લિંબાયત ખાતે ની મટકી ફોડ કાર્યક્રમનો ડ્રો કરવામાં આવ્યો હતો જે ડ્રોમાં સુરત શહેરની ભાગળ ખાતેની મુખ્ય મટકી ગાવદેવી કરમર ગોવિંદા ઉત્સવ વેડરોડ દ્વારા ફોડવામાં આવશે, જેઓને ૧૧,૦૦૦ નું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે… જેમાં સંયોજક તરીકે અડાજણ વિસ્તારનું શ્રી બાળ ગણેશ યુવક મંડળ જોડાશે, જેઓને ૫,૧૦૦ રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે તેમજ મહિલા મંડળની મટકી જય ભવાની મહિલા મંડળ અંબાજી રોડ દ્વારા ફોડવામાં આવશે, જેઓને પણ ૧૧,૦૦૦ નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવશે તેમજ આ વર્ષે અમરજવાલા સ્પોર્ટ્સ ક્લબ વેડરોડને ૭૫ વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે દરેક ગોવિંદા મંડળના સર્વ સંમતિથી એમને એક વિશેષ મટકી ફોડવા માટે આપવામાં આવનાર છે, જેઓને ૧૧,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે તેમજ બાકીના મંડળ જે સલામી મારવા આવશે એમનું સ્વાગત કરી ટ્રોફી આપવામાં આવશે, જ્યારે સંજય નગર ચોક લિંબાયત ખાતે કુલ ૧૧ મંડળોના ડ્રો થયા હતા જેમાં જે ગોવિંદા મંડળ મટકી ફોડશે તેઓને યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશભાઈ પાટીલ દ્વારા ૧,૫૧,૦૦૦ નું રોકડ ઇનામ રાખવામાં આવેલ છે તેમજ લિંબાયત ખાતે બીજા ૧૧ મંડળો દ્વારા સલામી મારનાર હોવાથી તેઓને ૧૨,૫૦૦ નું રોકડ ઇનામ આપવામાં આવશે વધુમાં ગણેશભાઈ સાવંતે ઉમેર્યું હતું કે ગત વર્ષે ૧૩૬ ગોવિંદા મંડળોએ ફોર્મ ભર્યા હતા જ્યારે આ વર્ષે ૧૪૧ ગોવિંદા મંડળોએ પરમિટ ફોર્મ ભર્યા છે, આ કાર્યક્રમના અતિથિ તરીકે સુરત મહાનગરપાલિકાના સભ્યશ્રી, ભાજપના ધારાસભ્યો શ્રી, પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી, નગર સેવકો શ્રી, તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે…ગોવિંદા ઉત્સવ સમિતિના અગ્રણીઓ દિપક કદમ, અશોક દુધાણે,બાલકૃષ્ણ ચૌહાણ,જયેશ ઘોઘરેકર, લક્ષ્મણ ડીગે,ચંદ્રકાન્ત નિંબાલકર, શૈલેષ પવાર, રાજ રણપીસે,દીપક શિંદે,સંતોષ કદમ,બાપુ લાંબર,મહેશ પાનસરે,હરીશ પગારે, રમેશ ધુમાલ અને કમલાકર મોરે તેમજ નલીની સેડગે, કામિની કદમ, જયા સાવંત,પ્રેરણા શિંદે, હિનાબેન, ધર્મિષ્ઠા તાંદલેકર,શીતલ કદમ,નયના સાલુંકે રેશ્માબેન રાજીવડે તથા સમિતિના અન્ય તમામ હોદ્દેદારોએ સમગ્ર કાર્યક્રમની વિશેષ વ્યવસ્થા ગોઠવી છે…