વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલાએ જિલ્લામાં પ્રોહીબિશન ડ્રાઇવ અંતર્ગત પોલીસ જવાનોને પેટ્રોલિંગ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત વલસાડ જિલ્લાના વાપી તાલુકાની ડુંગરા પોલીસની ટીમને સેલવાસથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને કારનો ચાલક વાપી થઈ સુરત તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે વાપી ડુંગરા પોલીસની ટીમે નાની તંબાડી ચાર રસ્તા પાસે કારની વોચ ગોઠવી હતો.
જે દરમિયાન બાતમવાળી કાર આવતા તેને અટકાવી ચેક કરતા કારમાંથી 15 પેટીમાં 624 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂના જથ્થા સાથે સુરત પાંડેસરા પોલીસ મથકના ASI રોનક નજુમુદ્દીન હિરાણી અને ખેડૂત દિગેન્દ્રસિંહ કિશોરસિંહ ઝાલાની અટકાયત કરી હતી. ડુંગર પોલીસે 96 હજારની કિંમતની 624 બોટલ વિદેશી દારૂનો જથ્થો, 4 મોબાઈલ અને કાર મળી કુલ 6.26 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.