Home SURAT સુરત શહેરમાં અશાંતધારા સમિતિના પ્રમુખ પર હુમલો, વિધર્મીનું દબાણ દૂર કરાવતા હુમલો...

સુરત શહેરમાં અશાંતધારા સમિતિના પ્રમુખ પર હુમલો, વિધર્મીનું દબાણ દૂર કરાવતા હુમલો કરાયાની આશંકા

59
0
ક્રાંતિ સમય

સુરત, સુરતના રુદરપુરામાં અનાજના વેપારી એવા અશાંતધારાના પ્રમુખ ઉપર એક અજાણ્યા યુવક દ્વારા ચપ્પુના ઘા મારતા હાથ અને પેટના ભાગે ગંભીર રીતે ઘાયલ થયા હતા. વેપારીએ વિધર્મીના દબાણને દૂર કરાવવાની જૂની અદાવતમાં હુમલો કરાયો હોવાની આશંકા છે. સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે, ગોપીપુરા વિસ્તારમાં આવેલા ચંદનબાગ એપાર્ટમેન્ટમાં 56 વર્ષીય બીપેશ શાહ પરિવાર સાથે રહે છે. રૂદરપુરા વિસ્તારમાં અનાજની દુકાન ચલાવે છે અને અશાંતધારા સમિતિના પ્રમુખ છે. અશાંતધારાને લઈને ઘણા સમયથી લડત લડી રહ્યા છે. રોજની જેમ તા. ૨૭/૦૭/૨૦૨૩ નાં સવારે દુકાન પર પહોંચ્યા, દુકાન બહાર વાહન પાર્ક કરતા જ એક અજાણ્યા યુવક ચપ્પુ લઈ તૂટી પડ્યો હતો. હમલામાં ડાબા હાથ પર બે ઘા લાગ્યા, પેટની સાઈડમાં એક ઘા માર્યો હતો. જોકે લોકો ભેગા થઈ જતા હુમલાખોર ભાગી ગયો હતો. ત્યારબાદ ઓટો રીક્ષામાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયા હતા.

ઇજાગ્રસ્ત બીપેશભાઈએ જણાવ્યું હતું કે, દુકાન પર અવર-જવરનો સમય જાણી આ હુમલો કરાયો છે. લાંબા સમયથી વિધર્મીનું દબાણ દૂર કરવા માટે લડી રહો હતો. જેને લગભગ થોડા દિવસ પહેલા જ દૂર કરાયું હતું. લગભગ એની અદાવતમાં જ આ જીવલેણ હુમલો કરાયો હોય એમ લાગે છે. જોકે હુમલા બાદ તાત્કાલિક મિત્રને જાણ કરતા તે દોડી આવ્યો અને લોકોની મદદથી સિવિલ લઈ આવ્યો એ નસીબની વાત છે. આ અંગે જાણ થતાં સ્થાનિક કોર્પોરેટર પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here