Home SURAT સુરતમાં પાંચ ઓબ્ઝર્વર નિમાયા, લોકો સીધી ફરિયાદ કરી શકશે

સુરતમાં પાંચ ઓબ્ઝર્વર નિમાયા, લોકો સીધી ફરિયાદ કરી શકશે

75
0

સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકો માટે પાંચ એક્ષપેન્ડીચર ઓબ્ઝર્વરોની નિમણુંક કરવામાં આવીઃ ફરિયાદ માટે લોકો તેમનો સીધો સંપર્ક કરી શકશે

સુરત:મંગળવાર: વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા જિલ્લાની કુલ-૧૬ વિધાનસભા બેઠકો માટે ૫ એક્ષપેન્ડીચર ઓબ્ઝર્વરશ્રીઓની નિમણુંક કરવામાં આવી છે. જેમાં શ્રી મુરલી મોહન (I.R.S) (મો.નં.૯૦૧૬૬ ૮૧૭૬૯) ને ૧૫૯-સુરત પૂર્વ, ૧૬૦-સુરત ઉત્તર, ૧૬૨-કરંજ, ૧૬૭-સુરત પશ્ચિમ, જ્યારે શ્રી ગજેન્દ્ર સિંઘ (I.R.S) (મો.નં.૯૦૨૩૩ ૫૭૫૪૧) ને ૧૫૫-ઓલપાડ, ૧૫૮-કામરેજ, ૧૬૧-વરાછા રોડ, ૧૬૬-કતારગામ, શ્રી અનુરાગ ત્રિપાઠી (I.R.S) (મો.નં.૬૩૫૫૧ ૨૪૨૮૧) ને ૧૬૮-ચોર્યાસી,૧૬૯-બારડોલી, ૧૭૦-મહુવા, શ્રી કુંદન યાદવ (I.R.S) (મો.નં.૮૭૯૯૦ ૩૧૧૪૩) ને ૧૫૬-માંગરોળ, ૧૫૭-માંડવી અને શ્રી પ્રશાંત સિંઘ (I.R.S) (મો.નં.૬૩૫૨૯ ૩૯૭૭૮) ને ૧૬૩-લિંબાયત, ૧૬૪-ઉધના, ૧૬૫-મજુરા વિધાનસભા બેઠકની કામગીરી સોંપવામાં આવી છે. 

              ઓબ્ઝર્વરો દ્વારા સુરત જિલ્લાની તમામ બેઠકો પર ખર્ચ નિયંત્રણ માટે કાર્યરત કરવામાં આવેલી માળખાકીય સુવિધાઓ તથા ટીમોની સમીક્ષા કરવામાં આવી રહી છે. સામાન્ય જનતાને કોઈ પણ ફરિયાદ જણાય તો તેમનો સીધો સંપર્ક કરી શકે છે.

               આ સિવાય સુરત જિલ્લા કલેકટર કચેરી દ્વારા ૨૪×૭ એક્ષપેન્ડીચર & મોનિટરીંગ સેલ ખાતે જાહેર નાગરિકો/મતદારો માટે ટોલ ફ્રી નં. ૧૮૦૦-૨૩૩-૨૧૨૦ તથા લેન્ડલાઇન નં. ૦૨૬૧/૨૯૯૨૨૪૫/૨૨૪૬/૨૨૪૭૮૨૨૪૯ પણ કાર્યરત કરવામાં આવ્યો હોવાનું સુરત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here