Home SURAT શહેરના પાંડેસરા વિસ્તારના આધેડના અંગદાનથી પાંચ વ્યક્તિને મળ્યું નવું જીવન

શહેરના પાંડેસરા વિસ્તારના આધેડના અંગદાનથી પાંચ વ્યક્તિને મળ્યું નવું જીવન

35
0
ક્રાંતિ સમય

સુરત નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરા વિસ્તારના અપેક્ષાનગરમાં રહેતા ૪૭ વર્ષીય દિપકભાઈ લિમજે સંચા ખાતામાં કામ કરી પરિવારનું ભરણ પોષણ કરતા હતા. ગત તા. ૨૦મી બપોરે જમ્યા પછી બહાર ખાડી પાસે ગયા હતા, ત્યાં ચક્કર આવતા પગ લપસી જવાથી પડી ગયા હતા. જેથી તેમને બેભાન હાલતમાં સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા  હતા. જ્યાં તેમના નિદાનમાં મગજમાં હેમરેજ થયું હોવાનું બહાર આવ્યું હતું. બાદ તા.૨1મીએ રાત્રે  ન્યુરોફિઝિશિયન તથા ન્યુરોસર્જન સહિતના ડોક્ટરની ટીમએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. 

જ્યારે દિપકભાઈના પરિવારના સભ્યોને સિવિલના ડો.નિલેશ કાછડીયા, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા તથા કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવતા અંગદાનની સમંતિ આપી હતી.  જેથી દિપકભાઈની બન્ને કિડની અને લીવર દાન અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં ડોક્ટરની ટીમ લઈ જવામાં આવી હતી. જયારે બે ચક્ષુ દાન સિવિલ હોસ્પિટલની આઈ બેંકમાં રાખવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ નર્સિંગ સ્ટાફ અને  સિકયુરિટી સ્ટાફના સહિયારા પ્રયાસોથી છેલ્લા સાડા છ મહિનામાં ૩૫ અંગદાનથી માનવતા મહેંકી ઉઠી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here