Home SURAT સચીન અનાજ કૌભાંડ કાંડ માં ૧૨ દિવસ પછી આખરે ફરિયાદ નોધવી,સુરત કલેક્ટર...

સચીન અનાજ કૌભાંડ કાંડ માં ૧૨ દિવસ પછી આખરે ફરિયાદ નોધવી,સુરત કલેક્ટર શ્રી ના અધીકુત ચોર્યાસી મામલદારએ ગોદામ મેનેજર સહિત અન્ય કસૂરવાર આરોપી કુલ પાંચ આરોપી સામે નામ આવ્યું અને તપાસ ચાલુ

64
0

મોડી સાંજે ચોર્યાસી મામલતદારે સચિન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો

૧૩.૭૮ લાખનું સરકારી અનાજ સગેવગે કરવા મુદ્દે મેનેજર પ્રીતિ ચૌધરી સામે ગાળિયો કસાયો.

સચિન અનાજના ગોડાઉન પરથી અંતે ૧૨ દિવસ પછી આખરે ફરિયાદ નોધવામાં આવી.સરકારી અનાજ સગેવગે કરવાના કારસ્તાનમાં અંતે સચિન પોલીસ મથકમાં સત્તાવાર ગુનો નોંધાવા પામ્યો છે. ચોર્યાસી મામલતદાર જિગ્નેશ પટેલે ગોડાઉન મેનેજર સહિતના કસૂરવારો સામે સોમવારે મોડી સાંજે ફોજદારી ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ૧૩.૭૮ લાખનું સરકારી અનાજ સગેવગે થયું હોવાનો ગુનો નોંધી તપાસ આદરી છે.

દિવાળી ટાણે એટલે કે તા .૨૭-૧૦-૨૦૨૨ ના રોજે સચિન સરકારી અનાજના ગોડાઉન પરથી ત્રણ ટેમ્પો ભરીને અનાજ સગેવગે કરાઈ રહ્યું હતું. ગરીબોના હક પર તરાપ મારી પોતાના ગજવા ગરમ અનાજમાફિયાઓની કાળી કરતૂતો મુદ્દે કરી રહેલા પુરવઠા અધિકારીને ફરિયાદ કરાતા તેમણે તાત્કાલિક પુલીસ શ્રી પી.આઈ અને એસીપી શ્નારી તપાસ હાથ ઘરતા જ તપાસ કરાવી હતી. દરમિયાન અનાજ ભરી બારડોલી તરફ રવાના કરાયેલા બે ટેમ્પો મળી આવ્યા હતા. જ્યારે એક ટેમ્પો સચિન સરકારી ગોડાઉનની પાછળના ભાગે સંતાડીને રાખ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું. હતું. ત્રણ ટેમ્પો ભરીને સરકારી અનાજ સગેવગે થઈ રહ્યું હોવાનું બહાર આવતા પુરવઠા અધિકારીએ સચિન ગોડાઉન પર સરકારે ફાળવેલા સરકારી અનાજના જથ્થા સામે સ્ટોકની ઊલટતપાસ કરી હતી. આ તપાસમાં અંદાજિત દોઢ કરોડ રૂપિયાનું સરકારી અનાજ સગેવગે થઈ ગયું હોવાનું સામે આવ્યું હતું.

જે સમય ગોદામ માંથી મેનેજર પ્રીતિ ચૌહાણ ગાયબ થઈ જતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા હતા. ઘટના ની જાણ સુરત કલેકટર શ્રી ની ટેલિફોનિક જાણ કરવામાં આવતું. ડીએસઓ ને તપાસ કરવાનું કહતા જ મામલદાર ને તપાસ માટે સ્થળ ઉપર મોકલવામાં આવેલ હતા.

કરોડોનું સરકારી અનાજ બારોબાર વગે કરી દેવાનું કારસ્તાન ઝડપાતા.

પુરવઠા અધિકારીએ જિલ્લા કલેક્ટરને રિપોર્ટ કર્યો હતો. આ રિપોર્ટના આધારે જિલ્લા કલેક્ટર આયુષ ઓકે ગોડાઉન મેનેજર સહિતના અનાજમાફિયાઓ સામે ગુનો નોંધાવવા ચોર્યાસી મામલતદારને અધિકૃત કર્યા હતા. દરમિયાન સોમવારે મોડી સાંજે ચોર્યાસી મામલતદાર જિગ્નેશ પટેલે ચિન પોલીસ મથકમાં ગોડાઉન મેનેજર પ્રીતિ ચૌધરી સહિતના સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. હાલમાં પોલીસના ચોપડે ત્રણ ટેમ્પો ભરીને સગેવગે કરાયેલું અંદાજિત ૧૩.૭૮ લાખ રૂપિયાના સરકારી અનાજ મુદ્દે ગુનો નોંધાયો છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here