સુરત, દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં મેઘરાજાની હેલી અવિરત રહી છે. આજે પણ સમગ્ર સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તા.૦૭/૦૭/૨૦૨૩ નાં રોજ વહેલી સવારે ૬.૦૦ વાગ્યાથી સાંજના ૪.૦૦ વાગ્યા દરમિયાન સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં ૪૦ મિ.મી., ઉમરપાડા અને માંડવી તાલુકામાં ૩- ૩ મિ.મી., સુરત સિટીમાં ૧૩ મિ.મી., મહુવામાં ૧૧ મિ.મી., પલસાણામાં ૫૧ મિ.મી., કામરેજમાં ૧૨ મિ.મી. અને ચોર્યાસી તાલુકામાં ૧૯ મિ.મી., ઓલપાડ તાલુકામાં ૦૧ મિ.મી. વરસાદ નોધાયો હતો, જ્યારે માંગરોળ તાલુકો કોરોધાકોર રહ્યો હતો. છેલ્લા દસ દિવસમાં પડેલા અનરાધાર વરસાદના કારણે માંડવી તાલુકાના મધરકુઈ ગામે મંજુબેન પાનિયભાઈ ગામીતના ઘરની દીવાલ પડી ગઈ હોવાનું તેમજ કાચા ઘરને અંશત: નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. કોઈ જાનહાનિ થઈ નથી.