સુરત મહાનગરપાલિકા દ્વારા નવાગામ ડિંડોલી ભરવાડ નગરના સ્ટ્રીટ લાઈટના એસએચ એલ 46 નંબરના પોલમાં વાયર ખુલ્લા રાખવામાં આવ્યો હોવાથી ઘટના બની છે. ઘટનામાં કરંટ લાગતા 2 અબોલ જીવ મૃત્યુ પામ્યા છે. કરંટ લાગવાને કારણે ત્યાંથી પસાર થતી બે ગાયનું મોત થયું. ગાયને લઈ જનાર ત્યાંના વ્યક્તિનો પણ આ બાદ બચાવ થયો હતો. તેને કરંટ લાગે તે પહેલા જ તે પશુઓથી દૂર જતો રહ્યો હતો. પાછળ ચાલતા વ્યક્તિ અને બીજા 2 ગાયના જીવ બચી ગયા છે. સ્ટ્રીટ લાઇટની વારંવાર કમ્પ્લેન કર્યા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી.
ભરવાડનગરમાં રહેતા મેહુલ ભરવાડે જણાવ્યું હતું કે, વારંવાર આ વીજ પોલ અંગે સ્થાનિક નેતાઓને અને અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી. વીજપોલ ઉપરની લાઈટ દિવસ અને રાતે સતત ચાલુ રહેતી હતી. તેમજ તેના જે વાયર હતા, તે પણ ખુલ્લા હતા. આ બાબતે કોઈ મોટી ઘટના બની શકે છે. આ પ્રકારની વાત અમે કરી હતી, પરંતુ તેને ગંભીરતાથી લેવાય નથી. બે ગાયે જીવ સુરત મહાનગરપાલિકાના કારણે ગુમાવ્યા છે. પશુપાલક ખૂબ જ ગરીબ હોવાથી તેને આર્થિક રીતે કોર્પોરેશન દ્વારા મદદ આપવી જરૂરી છે. ચોમાસા દરમિયાન આ પ્રકારની ઘટના બને તો અહીં રમતા બાળકોનો તેમજ અન્ય અહીંથી પસાર થતા લોકોનો પણ જીવ જોખમમાં મુકાય શકે છે.