સુરતઃ રવિવારઃ- વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે સુરત જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓકે એક જાહેરનામા દ્વારા ચૂંટણીલક્ષી પ્રચાર અર્થે લોકોની માલ, મિલકતોમાં પોસ્ટરો, હોર્ડગ્સ વગેરે માટે અંકુશો મુકવામાં આવ્યા છે.
આ જાહેરનામા અનુસાર કોઈપણ સરકારી જગ્યા કે મિલકત, મકાન પર પોસ્ટર, પેપર્સ, કટ આઉટ, હોર્ડિંગ્સ, બેનર્સ ચોંટાડવા કે પ્રદર્શિત કરવા નહીં. કોઈ જાહેર સ્થળે કાયદા અનુસાર સૂત્રો, પોસ્ટર્સ, કટ આઉટ, હોર્ડિંગ્સ, બેનર્સ વગેરે ચુકવણીના ધોરણે કે અન્ય રીતે પ્રદર્શિત કરવાની છૂટ હોય તો તે અંગેના પ્રવર્તમાન સ્થાનિક કાયદાનું ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે. જાહેર કે ખાનગી મકાન, મિલકત, જમીન, દિવાલ કે કમ્પાઉન્ડ પર માલિકની પરવાનગી વગર ધ્વજ/પતાકા, બેનરો, નોટિસો, સૂત્રો, લખાણ કે કોઈપણ ચૂંટણીલક્ષી પ્રચાર માટેનું કાર્ય કરીને મિલકતને નુકસાન કરી શકાશે નહિ. જાહેર કે ખાનગી મકાનો પર સૂત્રો લખવા, પોસ્ટર્સ, પ્રચાર સામગ્રી ચોંટાડવા કાયદાનો ચુસ્તપણે અમલ કરવો. રાજકીય પક્ષના કાર્યકરો કે ટેકેદારોએ અન્ય રાજકીય પક્ષો દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેમના પક્ષનું સાહિત્ય વિતરણ કરી ખલેલ પહોંચાડી શકશે નહિ તેમજ એક પક્ષ દ્વારા લગાવવામાં આવેલ પોસ્ટર્સ બીજા પક્ષના કાર્યકરો કે ટેકેદારો દૂર કરી શકશે નહીં.
આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય દંડ સહિતની કલમ-૧૮૮ મુજબ કાર્યવાહી થશે. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.
Home SURAT જિલ્લામાં ચૂંટણીલક્ષી પ્રચાર-પ્રસાર માટે જાહેર અને ખાનગી માલ-મિલકતના ઉપયોગ પર વિવિધ અંકુશો...