આગામી તા.૨૯/૬/૨૦૨૩ના રોજ મુસ્લિમ ધર્મના તહેવાર ‘બકરી ઈદ’ની ઉજવણી દરમિયાન સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ ઉદ્દેશથી પોલિસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર કોઈપણ વ્યક્તિએ કોઈપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મહોલ્લામાં વગેરે જગ્યાએ જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવી નહિં તેમજ કોઈપણ પ્રાણીને શણગારીને એકલા કે સરઘસમાં જાહેરમાં લઈ જવા કે ફેરવવા પર તેમજ તહેવારની ઉજવણી બાદ કુરબાની પછી જાનવરના માંસ, હાડકા કે અવશેષો જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધો મૂકવામાં આવે છે. આ હુકમ તા.૨૫/૬/૨૦૨૩થી તા.૩/૭/૨૦૨૩ સુધી અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.