સુરતઃ રવિવારઃ- વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે સુરત જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓકે એક જાહેરનામા દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો, તેમના કાર્યકરો દ્વારા ધાર્મિક સંસ્થાઓનો ઉપયોગ કરવા પર જરૂરી નિયંત્રણો મુકવામાં આવ્યા છે.
જાહેરનામાં અનુસાર સુરત જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના કાર્યકરો, સમર્થકોએ ચુંટણી પ્રક્રિયા દરમિયાન ભાષણો, પોસ્ટરો, સંગીત વગેરે સહિત મંદિરો, મસ્જીદો, ચર્ચ, ગુરૂદ્વારા જેવા ધાર્મિક સ્થળો/સંસ્થાઓ/સંસ્થાઓ અથવા કોઈપણ પ્રકારના પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવો નહી. આ હુકમ તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.