સચિન અનાજ તસ્કરી કૌભાંડમાં કાંડમાં સોમવારે રિપોર્ટ સબમીટ થશે ત્યારે ઘણાના ચહેરા-નામો ખુલી શકે
સચિન સ્ટેશન વિસ્તારમાં આવેલાં સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજની તસ્કરી મામલે એક નામ શોધો ત્યાં બીજા પાંચ નામો સામે આવી રહ્યાં છે. આ સમગ્ર પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર એમ.ડી શાહ સહિત તેના ભત્રીજા રાકેશ શાહ સંપૂર્ણ રીતે કાયદાની રડારમાં છે. સોમવારે સિંચન પોલીસને સમગ્ર રીપોર્ટ સબમીટ થવાનો છે ત્યારે પોલીસ તમામ આરોપીઓને શોધી કાઢી તેમની આકરી પૂછપરછ કરે તેવાં આકરા એંધાણ વર્તાય રહ્યાં છે. ક્રાંતિ સમય દૈનિકમાં અનાજની તસ્કરી મુદ્દે અહેવાલો પ્રકાશિત થતાં સચિન ગોડાઉનમાંથી અનાજની તસ્કરી કરનારા ચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. જોકે, ગોડાઉન મેનેજર પ્રીતિ ચૌધરી સસ્પેન્ડ છે પરંતુ તેના વિરૂદ્ધ પણ કેસ દાખલ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. અને અન્ય લોકો જે પર્દા પાછળ ની કામગીરીમાં સામેલ છે તેની સામે પણ કાર્યવાહી થવાનું વિભાગ તરફ થી તપાસ કરવામાં આવી રહ્યા છે.
સચિન સ્ટેશન નજીક આવેલાં સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજની તસ્કરીનો કિસ્સો તા.૨૭-૧૦-૨૦૨૨ રોજે સામે આવ્યું છે. તેમાં ક્રાંતિ સમય ના તરફ થી કરવામાં માં આવેલ ફરિયાદ ના આધારે ભારત ના પ્રધાનમંત્રી કાર્યલાયમાં આ બાબત ની જાણ કરતા. ગુજરાત માં થી સુરત જીલ્લા , તાપી જીલા, વલસાડ જીલ્લા ના પુરવાડા અધિકારી અને જિલ્લા અને ગાંધીનગરની ટીમે તપાસ કરતાં સ્ટોકના આધારે અનાજની મોટી ઘટ ઉતરી આવી છે. આ રીપોર્ટના આધારે હવે પોલીસ સોમવારથી હરકતમાં આવશે અને આ ચોરીના પ્રકરણમાં ચેઇન સિસ્ટમમાં જોડાયેલાં કેટલાંય લોકોના માથા સપાટી ઉપર આવી ઓળખાય જશે. જેમાં હાલ આ સમગ્ર પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર એમ.ડી શાહ અને તેના ભત્રીજા રાકેશ શાહ કાયદાની રડારમાં છે. આ સાથે સરકારી અનાજ ગોડાઉનના મહિલા મેનેજર પ્રીતિ ચૌધરી સસપેન્ડ છે
પરંતુ તેમના વિરૂધ્ધ પણ કેસ ફાઇલ થવાની અનેક ઘણી શક્યતાઓ છે. જોકે, તમામ ટોળકી પોતાને બચાવવા માટે આમ તેમ ફાંફાં મારી રહી છે પરંતુ તેમનું હાલ કંઇ ઉગતું હોય તેવું નથી. વર્ષ-૨૦૧૩માં સુરત જિલ્લા કલેક્ટર રહી ચૂકેલાં જયપ્રકાશ શિવહરેએ અનાજની તસ્કરી કરનારા રાકેશ શાહ ઉપર ‘પીબીએમ’નો કેસ કરી નાંખ્યો હતો. રાકેશ શાહ શાસકપક્ષના અમુક નેતાઓ સાથે સાંઠગાંઠ ધરાવે છે. સચિન સ્ટેશન બજાર વિસ્તારમાંથી જ્યારે અનાજની ગાડીઓ પકડાઇ ત્યારે પોલીસની બીકે ગોડાઉન મેનેજર ગોડાઉન ખૂલ્લુ મૂકી ભાગી છૂટ્યા હતાં અને પોતાનો ફોન સ્વીચ ઓફ પણ કરી દીધો હતો જેને કારણે શાહ કાકા-ભત્રીજા ખીચડી બનાવી શક્યા નહી જેથી આખુ ભોપાળું ખુલીને છટ્ટાપાટ સામે આવી ગયું હતું. જો પ્રીતિ ચૌધરી ભાગે નહીં તો શાહ કાકા-ભત્રીજા આ પ્રકરણને પણ રોલા-પીડા કરીને ઠંડુ પાડી દેત એવું વિશ્વસનીય શાહ સૂત્રએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે અંદાજે ૬૭૩ મેટ્રીક ટન અનાજનો લોચો તપાસમાં અધિકારીઓએ પકડ્યો હોવાનું જાણવા મળ્યું છે અને આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર એમ.ડી શાહનું નામ છાશવારે આવતું હોવાથી તેમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે વાતને રફેદફે કરવા માટે પોતે રાજકોટ હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેમને એવું જણાવવામાં આવ્યું કે તમે જે કહેશો તે લખી દેવાશે અને તમારો ફોન રેકોર્ડિંગ મોડ ઉપર છે ત્યારે તેમણે રૂબરૂ મળીને ચર્ચા કરવાનું જણાવ્યું હતું.
દિવાળીમાં ૨૦મી ઓક્ટોબરના રોજ ઓડિટ કાર્ય પૂર્ણ થયું હતું
દિવાળી દરમિયાન લાંબી રજાઓ આવતી હતી જેને કારણે ઉચ્ચકક્ષાએથી ડોર સ્ટેપ અનાજ સપ્લાય કરનારા વાહનચાલકોને સ્પષ્ટ સૂચના હતી કે માંગણી મુજબનું અનાજ પહોંચાડી દેવું અને તે સમય દરમિયાન એટલે ગત.૨૦મી ઓક્ટોબર-૨૦૨૨નાં રોજ શાર્પ એન્ડ કંપનીના ઓડિટરે સચિન ગોડાઉનનું ઓડિટ કાર્ય પણ કરી નાખ્યું હતું. હવે ઓડિટ થઇ ગયાં પછી સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ નીકળતું હોય તો આ વાત ક્યાં તો ઓડિટરને શંકાનાં દાયરામાં લાવે છે અથવા તો ઓડિટ થઇ ગયા બાદ સ્પેશિયલ અનાજની તસ્કરી કરવા માટે અનાજને સિંચન ગોડાઉનમાં લવાયું હોઇ શકે! સૂત્રોએ એવું પણ જણાવ્યું હતું કે ઓડિટ રીપોર્ટ ગાંધીનગર ઉચ્ચ કચેરીએ પણ પહોંચી ગયો છે અને તેમાં હવે ફેરફાર થવાની શક્યતાઓ નહીવત બરાબર છે, અને જો ઓડિટ રીપોર્ટમાં ચેનચાળા થાય તો એવું ચોક્કસપણે બહાર આવી શકે કે સરકારી તંત્રના અમુક અધિકારીઓ પણ તસ્કરીના કિસ્સામાં અંદરો-અંદર સામેલ છે.
કમ્યુટર ઓપરેટર નું શું ભૂમિકા:
સચીન અનાજ કૌભાંડમાં કોઈ પણ જગ્યા ગોદામ માં કામગીરી કરતા કમ્યુટર ઓપરેટર ની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવે તો અનેક પરિબળોની ભૂમિકા નું ખુલાશો થશે અમે લાગી રહ્યા છે.
જે આવનાર સમય માં જ તેનું ખુલ્લાશો થશે જે સમય પુલીસ વિભાગ તરફ થી તપાસ કરી ને યોગ્ય રીપોર્ટ કાનૂની પ્રકિયા અંતગર્ત કરવામાં આવશે.