Home SURAT ગુજરાતનો સૌથી મોટો રથ સુરતના વરાછા વિસ્તાર ખાતે આવેલા ઇસ્કોન મંદિર ની...

ગુજરાતનો સૌથી મોટો રથ સુરતના વરાછા વિસ્તાર ખાતે આવેલા ઇસ્કોન મંદિર ની અંદર તૈયાર કરવામાં આવી રહ્યો છે

41
0
ક્રાંતિ સમય

સુરતના વરાછા વિસ્તાર ખાતે આવેલા ઇસ્કોન મંદિર ની અંદર હાલ ગુજરાતનો સૌથી મોટો રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રથયાત્રાના દિવસે પ્રથમવાર અત્યાધુનિક ટેકનિક અને સમય પ્રમાણે જે રીતે રથમાં બદલાવ આવવો જોઈએ તે જોવા મળશે. સામાન્ય રીતે રથયાત્રા માટે ખાસ લાકડાથી રથ તૈયાર કરવામાં આવતો હોય છે અને કારીગરો મહિના સુધી આ રથને તૈયાર કરે છે. પરંતુ સુરત વરાછા ખાતે ઇસ્કોન મંદિરમાં ખાસ ટ્રકની નીચેનો ભાગ લઈને તેની ઉપર ભગવાન જગન્નાથજી માટે રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સંપૂર્ણ રીતે હાઇડ્રોલિક રથ છે. તેને ચલાવવા માટે ડ્રાઇવરની સીટ પણ જોવા મળશે અને સહેલાઈથી ભરચક વિસ્તારમાં બ્રેક લાગી શકે આ માટેની વ્યવસ્થા પણ આ રથમાં જોવા મળશે. આ રથ છેલ્લા આઠ મહિનાથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રથ અગાઉ વડોદરા ખાતે તૈયાર કરવામાં આવી રહ્યો હતો. પરંતુ તેનું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયા બાદ તેને સુરત લાવવામાં આવ્યો છે અને હાલ તેના રંગરોગાનનું કામ ચાલુ છે. આખા ગુજરાતમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર ધરાવતો આ રથ છે. કારણ કે આ ઈલેક્ટ્રીક વાહનની જેમ રોડ પર થી પસાર થશે. તેમાં લાકડાની સાથે સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમાન્ય રથની જેમ જ આ રથમાં પૈડાં જોવા પણ મળશે.

અષાઢી બીજના દિવસે રથયાત્રા કાઢવામાં આવશે. ગુજરાત ભરમાં આ રથ આકર્ષણનું કેન્દ્ર છે. કારણકે આ રથ ગુજરાતનો સૌથી મોટ રથ છે. જેની ઊંચાઈ 33 ફૂટ છે. લંબાઈ 27 ફૂટ પહોળાઈ 17 ફૂટ છે. હાલ જે આ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે તે ખૂબ જ આધુનિક અને સમય પ્રમાણે છે. મોટા ટ્રકના નીચેના ભાગ જે હાઇડ્રોલિક પાર્ટ હોય છે તેને લઈ તેની ઉપર આખી સિસ્ટમ અપલોડ કરવામાં આવી છે. રથ ને ચલાવવા માટે એક ડ્રાઇવિંગ સ્ટેન્ડ પણ છે. રથને ભક્તો ચલાવશે. આ માટે તમામ પ્રકારની સુવિધા રથમાં જોવા મળશે. જે રીતે ઈલેક્ટ્રીક ગાડીમાં જે સિસ્ટમ હોય છે, તે જ રીતે આ સિસ્ટમ અમે રથમાં તૈયાર કરી છે. રથયાત્રા કુલ 11 કિલોમીટરની હશે. જે સુરત વરાછા મીનીબજારથી પ્રારંભ થશે અને સરથાણા જકાતનાકા સુધી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here