Home SURAT ઉમરા પોલીસે ત્રણ મોબાઇલ સ્નેચરની ધરપકડ કરી તેમની પાસેથી એપલ સહિત 120...

ઉમરા પોલીસે ત્રણ મોબાઇલ સ્નેચરની ધરપકડ કરી તેમની પાસેથી એપલ સહિત 120 મોબાઇલ કુલ 22 લાખ 50 હજાર રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કર્યો

42
0
ક્રાંતિ સમય

ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે બે મોબાઇલ સ્નેચરની ધરપકડ કરવામાં આવી હતી અને આ બે મોબાઇલ્સ સ્નેચરની ધરપકડ બાદ એક રીસીવરની પણ ભાગળ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આમ કુલ ત્રણ આરોપીની ધરપકડ ઉમરા પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમાં સાહિલ ઉર્ફે શાહિદ, મુફેજ મુલતાની અને સિદ્દીક કાપડિયાનો સમાવેશ થાય છે. સૌપ્રથમ પોલીસે સાહિલ અને મુફેજની ધરપકડ કરી હતી અને ત્યારબાદ બંનેની પૂછપરછ પછી રીસીવર તરીકેની ભૂમિકા ભજવનાર સિદ્દીક કાપડિયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા સિદ્દીકના ઘરમાં રેડ કરતા ડાયરી મળી હતી. ડાયરીના આધારે 13 મોબાઈલ સ્નેચરમાંથી બેને પોલીસ દ્વારા ડિટેઇન પણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસને સિદ્દીકના ઘરમાંથી ત્રણ લાખ 50 હજાર રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા. આમ પોલીસે 120 મોબાઇલ સાથે કુલ 22.50 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. એપલ સહિત 120 અલગ અલગ કંપનીના મોબાઈલ મળી આવ્યા હતા. આ ઉપરાંત બે વાહનની સાથે પોલીસે કેટલાક હિસાબી ચોપડા પણ જપ્ત કર્યા હતા અને આ મુદ્દા માલમાં એક ડાયરીની અંદર મોબાઈલ સ્નેચરોના ટૂંકા નામ લખવામાં આવ્યા હતા અને આ ડાયરી પણ જપ્ત કરવામાં આવી છે.​​​​​​​

આ ત્રણેય આરોપીની પૂછપરછ અને જપ્ત કરવામાં આવેલા મોબાઈલના આઈએમઇઆઇ નંબરના આધારે પોલીસે તપાસ કરતા ઉમરા, વેસુ, મહીધરપુરા, ગોડાદરા અને અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઇલ સ્ટેચિંગના 20 ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ ઉપરાંત કડોદરા, લિંબાયત, ચોક બજાર, સલાબતપુરા, ગોડાદરા, મહીધરપુરા, વેસુ, અડાજણ, ખટોદરા, કતારગામ, પાલ, રાંદેર, જહાંગીરપુરામાં નોંધાયેલ ઈ એફઆઈઆરના 18 ગુનાનો ભેદ ઉકેલાયો છે. આમ કુલ 38 ગુનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here