સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શિક્ષકોની ઘટ મુદ્દે થોડો હોબાળો થયો હતો પરંતુ સભા પૂરી થયા બાદ શાસકો અને વિપક્ષના કાર્યકરો સામસામે આવી જતાં હોબાળો મચી ગયો હતો શાસક વિપક્ષ સભ્ય આક્રમક બની સામસામે આવી જતા પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી. સભા પૂરી થયા બાદ લોબીમાં ભાજપ ચોર છે, અને ભાજપમાં આવી જાવ ભાજપમાં આવી જાવ ના નારા સાંભળવા મળ્યા. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે માસિક સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં વિપક્ષ એક જ સભ્ય હોવાથી તેઓનો વિરોધ ધીમો પડી ગયો હતો. પરંતુ સભા પૂરી થયા બાદ આપ ના બે કોર્પોરેટરો અને કેટલાક કાર્યકરોએ સભાખંડમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સભાખંડમાં પ્રવેશવા દેવામાં ન આવતા લોબીમાં આપ ના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટ પૂરી કરે તેવી માગણી કરી હતી.
જેની સામે શિક્ષણ સમિતિના સભ્યો પણ આક્રમક બન્યા હતા તેઓએ કહ્યું હતું કે, ઘટ છે તે પુરી કરી દેવામા આવશે. ત્યારબાદ બન્ને કાર્યકરો અને શિક્ષણ સમિતિના શાસક પક્ષના સભ્યો સામસામે આવી ગયા હતા. બન્ને તરફથી નારા બાજી શરુ થતાં વાતાવરણ ગરમાયું હતું. લોબીમાં ભાજપ ચોર છે, અને આપ ચોર છે, ભાજપમાં આવી જાવ ભાજપમાં આવી જાવ ના નારા સાંભળવા મળ્યા હતા. જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું. વાતાવરણ તંગ બનતા પોલીસની એન્ટ્રી થઈ હતી અને પોલીસે બંને પક્ષ વચ્ચે ઉભા રહીને તેમને છૂટા પડ્યા હતા.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ શાળાઓમાં સરેરાશ પાંચ શિક્ષકોની ઘટ હોય તેવો મુદ્દો આમ આદમી પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. સરેરાશ શિક્ષકોની ઘાતને જોતા 1291 કરતા વધુ શિક્ષકોની ઘટ છે. જેની સામે માત્ર પ્રવાસી કેટલાક શિક્ષકોની મદદથી શિક્ષણકાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. શાળામાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો જ નહીં મળે તો, વિદ્યાર્થીઓને જ્ઞાન ક્યાંથી આપવામાં આવશે? આ મુદ્દે જબરજસ્ત સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવવામાં આવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ ધનેશ શાહે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા અને કોર્પોરેશન દ્વારા શિક્ષકોની ભરતી માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ધીરેધીરે શિક્ષકોની ભરતી થઈ રહી છે. રાજ્ય સરકાર પણ આ મુદ્દે ખૂબ જ ગંભીર છે. પ્રવાસી શિક્ષકની સાથે સાથે આંતરિક બદલી અને નવી ભરતી કરીને શિક્ષકોની ઘાટને પૂરી કરવામાં આવશે. આમ આદમી પાર્ટી રજૂઆત કરવાને બદલે માત્ર હોબાળો કરીને પોતાની ફરજ કાર્ય પૂરી કરવાનો પ્રયાસ કરી રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિરોધ પક્ષના સભ્ય રાકેશ હિરપરાએ જણાવ્યું કે, શિક્ષકોની ઘટ હોવા છતાં શાસકો તેને પૂરી કરી રહ્યા નથી. બાળકોના ભવિષ્યની તેમને કોઈ ચિંતા નથી. સ્ટેશનરી અને સ્કૂલ બેગ ખરીદવાનું મોટું કોઈ પણ આચરવામાં આવ્યું છે, જેને કોઈ અનુભવ નથી એવી એજન્સીને કામ આપવામાં આવ્યું છે. શાસકોના મેળાપીપળામાં ખરીદી થઈ રહી છે.