શાળા-કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ફોર્મ ભરવાની છેલ્લા તારીખ નજીક હોવાથી વાલીઓએ જાતિના દાખલા કઢાવવા માટે દોટ મૂકી છે. આ માટે નાનપુરાની સમાજ કલ્યાણની કચેરી પર સવારથી જ વાલીઓએ લાઇન લગાવી દીધી હતી. એક દાખલો લેવા વાલીઓએ 4 કલાક સુધી તાપમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. ઘણા વાલીઓ નોકરી ધંધો છોડીને લાઇનમાં ઉભા રહેવું પડ્યું હતું. અગાઉ જાતિના દાખલા આપવાની સત્તા શાળાઓને અપાઈ હતી. જોકે, શાળાઓએ આ કામગીરી કરવામાં ઉદાસીનતા દાખવી હતી.
ઉમેશ પંચાલ, એજ્યુકેશન એક્ટિવિસ્ટએ જણાવ્યું કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પોર્ટલ હોવા છતાં ઉપયોગ કેમ નથી થઇ રહીઓ છે. જો પોર્ટલ સક્રિય થાય તો વાલી પોતાના ડોક્યુમેન્ટસ અપલોડ કરી શકે અને ગવર્મેન્ટ ટોકન આપે તે તારીખે જઇને દાખલો લઇ શકાય. વાલીયો એ જણાવ્યું કે સવારથી આવી ગયા છે. જોકે અમારા પહેલા પણ ઘણા વાલીઓ આવ્યા હતા. 3 કલાકથી લાઇનમાં ઉભા છે. કંપનીમાં રજા પડવાથી અમારો પગાર પણ કપાઇ જઈ છે. એક વાલીએ જણાવ્યું કે તલાટીએ ડોક્યુમેન્ટસ માંગ્યા હતા. અને સમાજ કલ્યાણની કચેરી પર જવા કહ્યું અને મામલતદારને મળવાનું છે. જે બહાર બે દિવસથી ધક્કા ખાઉં છું.