નિર્દોષ ગરીબોનું અનાજ ચાઉં કરી જનારા તસ્કરો સહિત ઘણાં લોકો કાયદાની ચપેટમાં આવી જશે
મુખ્ય સૂત્રધાર ‘શાહ’ સહિત અરવિંદ રાજપૂત અને રાકેશ રાજપૂતની મોટી કાળા બજારીમાં સંડોવણી હોવાની પ્રબળ શંકા
પ્રતિનિધિ, સચિન, તા.04
સુરતના સચિન વિસ્તારમાં આવેલાં સરકારી અનાજના ગોડાઉનમાંથી ગરીબોના અનાજની તસ્કરીનો મામલો દિવાળીની રજાઓમાં સામે આવ્યો હતો. 6 ટ્રકોમાં 10હજાર ઘઉં-ચોખા અને ચણાનાં કટ્ટા તંત્રએ ઝડપી પાડ્યાં હતાં. આ ઘટના બાદ જિલ્લા કલેક્ટર હરકતમાં આવી ગયાં અને તપાસના આદેશો જારી કર્યા હતાં. ગાંધીનગરની પણ એક ટીમ સચિન ખાતે આવી પહોંચી હતી અને સ્થાનિક ટીમ સાથે મળીને સતત ત્રણથી ચાર દિવસો સુધી તળિયે જાટક તપાસ કરી હતી જેમાં અંદાજે 673 મેટ્રીક ટન અનાજ તસ્કરો અને ચોરોએ ભેગા મળીને વેચી ખાધું હોવાની હકીકત સામે આવી રહી છે. આ સમગ્ર પ્રકરણમાં કેટલાંય દુકાન ધારકો પણ કાયદાની ચપેટમાં આવી જશે.
સચિનના સરકારી અનાજના ગોડાઉનમાંથી મોટા પાયે અનાજની તસ્કરી અને તેનો બારોબાર વેપાર કરી નાંખી રોકડાં કરી લેવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. સમગ્ર પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર તરીકે વારંવાર ‘શાહ’ અટકધારી વ્યક્તિનું નામ સપાટી ઉપર આવી રહ્યું છે જ્યારે દક્ષિણ ગુજરાતના વિવિધ સરકારી અનાજના ગોડાઉનથી દુકાન સુધી અનાજ નો જથ્થો હોંચાડનારા રાકેશ રાજપૂત અને અરવિંદ રાજપૂત પણ ખાસ્સા ચર્ચમાં છે. અનાજની કાળા બજારીમાં રાજપૂત બંધુઓની સંડોવણી હોવાની પ્રબળ શંકાઓ સેવાઈ રહી છે અને નજીકના દિવસોમાં રાજપૂત બંધુઓ સહિત માલ ખરીદનારા લોકો ભેરવાશે. આ સિવાય પણ કેટલાંય દુકાનદારો પણ કાયદાની ચપેટમાં આવી જશે. આ મામલો સપાટી ઉપર આવતાં તંત્
રએ લાલ આંખ કરીને તપાસ શરૂ કરી જેમાં અંદાજે 673 મેટ્રીક ટન ગરીબોના હિસ્સાનું અનાજ તસ્કરો અને ચોર ટોળકી ચાઉં કરી ગઈ અને રોકડાં પણ કરી લીધાં. જાણવા મળતી માહિતી મુજબ તપાસ કરનારી પુરવઠા ટીમે તપાસ કરીને સચિન પોલીસ સ્ટેશનમાં રીપોર્ટ સબમીટ કરી દીધો છે જેમાં આવક-જાવકના સ્ટોક પ્રમાણે કયા સમયગાળામાં કોણ સચિન ગ
ોડાઉન ઉપર કાર્યરત હતું તથા ક્યારથી સ્ટોકમાં ગોટાળો આવી રહ્યો છે તેની સંપૂર્ણ વિગત એક રીપોર્ટમાં લખી પોલીસને આપી દેવામાં આવી છે. હવે નજીકના દિવસોમાં સુરત જિલ્લા કલેક્ટર તરફથી ફાઈનલ રીપોર્ટ આવશે અને તેના અનુસંધાને ચોર-ચપાટ ટોળકી વિરૂદ્ધ ગુનો દાખલ કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે.
જાગૃત લોકોનું એવું કહેવું છે કે છેલ્લાં દોઢ-બે વર્ષની અંદર જ મોટી ચોરી થઈ હોય શકે કારણ કે સચિન સ્ટેશન નજીક બજાર પાસે જ સરકારી અનાજનું ગોડાઉન આવેલું છે અને દિવસ દરમિયાન ઘણી ટ્રકો પસાર થતી હોવાનું જોવા મળ્યું છે. એકસાથે પાંચ ટ્રક નિકળતી હોય તેમાં એકાદ ટ્રક બીજી દિશામાં વાળી દેવામાં આવે તો કોઈને કાનોક
ાન પણ ખબર પડે નહીં તેવી તીવ્ર વાતોએ સચિન સ્ટેશન વિસ્તારને ગજાવી મૂક્યું છે. અરવિંદ રાજપૂત તેના સાથીદાર રાકેશ રાજપૂત સાથે મળીને સમગ્ર પ્રકરણમાં પોતાની ભૂંડી ભૂમિકા ભજવી નિર્દોષ ભૂખ્યાં ગરીબ પરીવારોનું અનાજ ચાઉં કરી ગયાં હોવાની ચર્ચાઓ છે. નામ ન જણાવવાની શરતે રાજપૂત ગ્રુપના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે
સ્થાનિક પી.આઈ પોતાના ઉપરી અધિકારીઓને વિશ્વાસમાં લઈને અરવિંદ રાજપૂતને બેસાડી દે તો સમગ્ર કાંડમાં કોણ-કોણ સામેલ છે તેની આખી બાજી ખુલી જાય તેમ છે. બીજા તરફ રાકેશ રાજપૂત પણ આવા બે નંબરીયા કામોમાં અનેકોવાર પોતાનું પોત પ્રકાશી ચૂક્યો હોવાની વાતો પણ ચાલી રહી છે. સરકારી તંત્ર કેટલાં ત્વરીત ગુનેગારો વિરૂદ્ધ
પગલાં ભરે છે તેની વાટ લોકો જોઈ રહ્યાં છે.