કામરેજ તાલુકાના કોળી ભરથાણા ખાતે આવેલી શૈક્ષણિક સંસ્થા આત્મીય વિદ્યા મંદિર ઇન્ટરનેશલ સીબીએસઇ શાળાના 4 મેન્ટર્સ તેમજ 4 શિક્ષક સહિત 8 કર્મચારીઓને આચાર્યની સહી વાળા રિલીવ લેટર પકડાવી દઈ છૂટા કરી દેવામાં આવ્યા છે. 15 મી એપ્રિલ 2023ના રોજ ચિરાગ ભટ્ટ, પ્રેરક પટેલ, વર્ષા પટેલ, આનંદ દુબે ચાર શિક્ષકો હેમંત દુબે, તેજસ મિસ્ત્રી, નીબ્બા શેવાળે, વર્ષા શેવાળે ચાર મેન્ટર્સ મળી કુલ આઠ કર્મચારીને જાણ કર્યા વગર છૂટા કરી દેવાયા હતા. કર્મચારીએ આચાર્ય દ્વારા છૂટા થવા અંગેના લેટરની અમલવારી કરવાની નથી. એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગત 5મી જૂનના રોજ શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રના આરંભે છૂટા કરી દેવાયેલા કર્મચારીઓ તેમની ફરજના ભાગ રૂપે શાળામાં જતા હતા, ત્યારે તેમને ગેટ પર જ બાઉન્સરો સહિત સુરક્ષા કર્મીઓ દ્વારા શાળામાં પ્રવેશ બંધી ફરમાવી હતી. જોકે શાળાના આચાર્ય વિજય પટેલની સંપર્ક કરી હકીકત જાણવા સંપર્ક કરવાની કોશિશ કરતા, આચાર્યએ મોબાઈલ ફોન રિસિવ કર્યો ન હતો. ડો. દિપક દરજી, DEO સુરત જિલ્લા એ જણાવ્યું કે આત્મીય વિદ્યા મંદિર સીબીએસસી સ્કૂલ છે. ગુજરાત સરકારની એનઓસી છે. સ્ટાફની ભરતી શિડ્યુલ એ પ્રમાણે કરવામાં આવી નથી. છતાં પણ મે સ્કૂલને નોટીશ આપી છે અને જવાબ માંગ્યો છે. નોટિસનો જવાબ આવે પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.