સચિન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છરા, ચપ્પુ જેવા હથીયારો લઈને ફરતા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ પ્રકારની કોમ્બિંગ નાઈટ શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાની માનસિકતા ધરાવતા ઈસમો પણ ઝડપાઈ રહ્યા છે.
સુરતમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, નાઈટ કોમ્બિંગ તેમજ વાહન ચેકિંગ શરુ કરવામાં આવ્યું છે, ત્યારે સચિન સચિન જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ દ્વારા 35 પોલીસકર્મીઓની 4 ટીમ બનાવી કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તમામ એન્ટ્રી તથા એક્ઝીટ પોઇન્ટ પર વાહન ચેકિંગ તથા સચિન જીઆઇડીસી ઉન બંગાલી વસ્તી રજ્જા નગર, માધવ પાર્ક જલારામ નગર, સાતવલ્લા ઝુપડપટ્ટી ખાતે સ્થાનિક વિસ્તારમાં કોમ્બિંગ નું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અલગ અલગ ટીમો દ્વારા સઘન સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવી હતી.
આ દરમ્યાન પોલીસે રેમ્બો છરા તથા ચપ્પુ જેવા હથીયાર સાથે 8 જેટલા ઈસમો સામે કાર્યવાહી કરી હતી. 70 જેટલા વાહનોનંબર પ્લેટ વગરના તથા ફોલ્ટી નંબર પ્લેટ વાળા વિરોધ એમ.વી એક્ટ કલમ 209 મુજબ કરેલા વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે. કોમ્બિંગ દરમિયાન ઈ એફઆઇઆર ના આધારે મહીધરપુરા ચોક બજાર તેમજ સુરત પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ત્રણ મોબાઇલ ફોન ચોરી તથા અન્ય 32 મળી કુલ ૩૫ ચોરીના ફોન રૂપિયા કિંમત 3,04,000 ના મળી આવ્યા છે. અલગ અલગ ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપીઓ સાથે જુદા જુદા ગુના ના 138 ગુનો નોંધાયા છે, મોબાઈલ ફોન ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડીને ચોરી ના 35 મોબાઈલ પણ પકડી પડાયા.