સુરત શહેરમાં ટોરેન્ટ કંપનીએ મુકેલા સબ સ્ટેશનના બાકી સાત કરોડના વેરા મુદ્દે પાલિકા અને ટોરેન્ટ કંપની વચ્ચે ઉભી થયેલા મંડાગાઠ હવે દૂર થઈ ગઈ છે. પાલિકા અને ટોરેન્ટ કંપની વચ્ચે સમાધાન થતા હવે પાલિકા અને ટોરેન્ટ કંપની વચ્ચે થયેલી ચર્ચા મુજબ હવે સબ સ્ટેશનના સાત કરોડ રૂપિયાના વેરાની બાકી ઉઘરાણી પાલિકા અને ટોરેન્ટ કંપની બન્નેના કર્મચારીઓ ઉઘરાણી કરશે. સુરત પાલિકા વિસ્તારમાં ટોરેન્ટ કંપની દ્વારા મુકવામાં આવેલા સબ સ્ટેશનના બાકી મિલ્કત વેરા લાંબા સમયથી બાકી છે. પાલિકાના આ વેરા વધીને સાત કરોડ પર પહોંચી ગયાં છે.
ટોરેન્ટ કંપનીએ વેરા માટે હાથ ઉચા કરી દીધા અને જે સોસાયટીમાં સબ સ્ટેશન મુક્યા છે તે સોસાયટી દ્વારા વેરા ભરવા મા આવશે તેમ કહી દીધું હતું. પાલિકાનો મિલકત વેરો ન આવતાં મ્યુનિ. કમિશ્નરે ટોરેન્ટ કંપનીને ખોદાણ માટેની પરવાનગી ન આપવા માટે આદેશ કયો હતો.આ કિસ્સામાં ઉધના ઝોનના ઝોનલ ચીફે એક હોસ્પિટલને આદેશ છતાં ખોદાણ ની પરવાનગી આપતાં તેની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી હતી. જોકે, આજે સ્થાયી સમિતિમાં ટોરેન્ટ પાવરના વેરા અંગેની ચર્ચા હકારતમક થઈ હતી. આ ઉપરાંત પાલિકાના બાકી વેરાની વસુલાત માટે ટોરેન્ટ કંપની પણ સહયોગ આપશે તેવું કહેવામાં આવતા હવે પ્રાયોરીટી પ્રમાણે ખોદાણ ની મંજુરી આપવા માટે નિર્ણય કરવામા આવ્યો છે.